Happy New Year : નવા વર્ષે પાર્ટીમાં કેટલો દારૂ પી ને ગાડી ચલાવી શકાય? જાણો નિયમ
નવા વર્ષને હવે માત્ર એક જ દિવસ આડો છે. નવા વર્ષને વધાવવા યુવાઓ દ્વારા અનેક પ્રકારની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
Drink And Drive Rules on New Year: ટ્રાફિકના નિયમો અનુસાર દારૂના નશામાં વાહન ચલાવવું ગુનો ગણવામાં આવે છે. જો આવું કરનાર વ્યક્તિ પકડાઈ જાય તો પોલીસ ચલણ જારી કરી શકે છે અથવા તેને જેલમાં મોકલી શકે છે. જો તમે પહેલીવાર દારૂના નશામાં વાહન ચલાવતા પકડાવ તો તમને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને તમને મોટર વ્હીકલ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2019ના હિસાબે તમને મુજબ 6 મહિનાની જેલ અથવા દંડ અને જેલ બંને થઈ શકે છે. જો તમે બીજી વખત આવું કરતા પકડાઈ જાવ તો તમને 2 વર્ષની જેલ અને/અથવા 15,000 રૂપિયાના ચલણની સજા થઈ શકે છે.
નવા વર્ષને હવે માત્ર એક જ દિવસ આડો છે. નવા વર્ષને વધાવવા યુવાઓ દ્વારા અનેક પ્રકારની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સ્થિતિમાં જો તમે પણ પાર્ટી કરવાનું વિચારી રહ્યા હોવ તો દારૂ પીને વાહન ચલાવવાનું ટાળો. આજે અમે તમને જણાવીશું કે દારૂના નશામાં વાહન ચલાવવા પર તમને સજા નહીં મળે. આ લેખ સંપૂર્ણ વાંચો...
તમે કેટલા દારૂથી વાહન ચલાવી શકો છો?
જો તમે દારૂના નશામાં વાહન ચલાવતા હોવ અને ટ્રાફિક પોલીસને તેની શંકા જાય તો તેઓ તમારો BAC ટેસ્ટ કરશે. આવી સ્થિતિમાં પોલીસ તમારું વાહન રોકી શકે છે અને જરૂર પડ્યે તેને જપ્ત પણ કરી શકે છે. જો કે, જો તમે નિયમોમાં નિર્ધારિત મર્યાદામાં દારૂનું સેવન કર્યું છે, તો તમારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. BAC ટેસ્ટમાં જો તમારા લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 30 મિલિગ્રામ પ્રતિ 100 મિલી લોહીમાં જોવા મળે છે, તો તમે વાહન ચલાવી શકો છો. આ સ્થિતિમાં તમારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. પરંતુ જો તમારા લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ આનાથી વધુ હશે તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે.
નવા વર્ષની પાર્ટી દરમિયાન આ વાતનું રાખો ધ્યાન
ઘણા લોકો પાર્ટી કરે છે અને નવા વર્ષની ઉજવણી કરે છે. ઘણા લોકો દારૂનું સેવન પણ કરે છે. જો તમે પણ ન્યૂ યર પાર્ટીમાં દારૂ પીવા જઈ રહ્યા છો તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ સંબંધિત આ નિયમને ધ્યાનમાં રાખીને દારૂ પીવો. જો તમારે પાર્ટી પછી ત્યાં વાહન ચલાવવું હોય તો મર્યાદામાં દારૂ પીવો અથવા તો દારૂનું બિલકુલ સેવન ન કરવાનો પ્રયાસ કરો.