શોધખોળ કરો

અમદાવાદ ખાતે આયોજિત ધી રાઈટ સર્કલ કાર્યક્રમમાં સૈન્ય વાર્તાઓના લેખક રચના બિષ્ટ રાવતની સ્ટોરીઓ પર ચર્ચા કરાઇ

કર્મ ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજીના સહયોગથી પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે ધ રાઈટ સર્કલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદ, 31 મે:  કર્મ ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજીના સહયોગથી પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે ધ રાઈટ સર્કલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૈન્ય વાર્તાઓના જાણીતા લેખિકા રચના બિષ્ટ રાવત ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન અમદાવાદની અહેસાસ સંસ્થાના પ્રિયાંશી પટેલ અને શનીલ પારેખનો પણ સહયોગ રહ્યો હતો. 

સાંજના સત્રમાં ખેતાન ફાઉન્ડેશન અને એહસાસ વુમન ઓફ જયપુરના આકૃતિ પેરીવાલે સંચાલન કર્યું હતું. જેમાં લેખિકા રચના બિષ્ટ રાવત કે જેમને ભારતીય લશ્કરના સૈનિકોની બહાદુરી પર અનેક વાર્તાઓ લખી છે અને હાલમાં જ તેમનું બિપીન : ધ મેન બિહાઈન્ડ ધ યુનિફોર્મ પુસ્તક પ્રકાશિત થયું છે. આકૃતિ પેરિવાલે રચના બિષ્ટ રાવત સાથે આ પુસ્તક વિશે ચર્ચા કરી હતી. રચના બિષ્ટ રાવતે ચર્ચા દરમિયાન બિપીન રાવતના પ્રેરણાદાયી જીવન અને કારકિર્દી વિશે અને પોતે લેખક તરીકે કરેલા અનુભવને સૌની સમક્ષ મૂક્યા હતાં, જે સાંભળીને સૌ સ્ત્રોતા મંત્રમુગ્ધ થઇ ગયા હતા. 

કાર્યકરની શરૂઆત પહેલાં ટી સેશન યોજાયું હતું. આ સેશન દરમિયાન અતિથિઓ વચ્ચે સામાજિક વિષય પર અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી. શાનીલ પારેખે ઉપસ્થિત સૌ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના ઉદઘાટન બાદ 45 મિનિટના મુખ્ય સત્ર પછી 15 મિનિટ સુધી પ્રશ્નોત્તરી યોજાઈ હતી. જેમાં સ્ત્રોતાઓ એ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને વકતા સાથે વાર્તાલાપ કર્યો હતો. અહેસાસ વુમન અમદાવાદની પ્રિયાંશી પટેલે વક્તાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રચના બિષ્ટ રાવતે પણ સૌને ઓટોગ્રાફ આપવા સાથે જ મહેમાનોને પોતાના પુસ્તકો ભેટ સ્વરૂપે આપ્યા હતા. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂતપૂર્વ વિંગ કમાન્ડર અરુણ કૌલે સાહિત્ય જગતમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ રચના બિષ્ટ રાવતનું સન્માન કર્યું હતું.

વધુ જુઓ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ
Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
10 દિવસમાં પેન્શનધારકો આ કામ કરી લે, નહીં તો બંધ થઈ જશે પેન્શન, જાણો શું છે પ્રોસેસ
10 દિવસમાં પેન્શનધારકો આ કામ કરી લે, નહીં તો બંધ થઈ જશે પેન્શન, જાણો શું છે પ્રોસેસ
Adani Group:  અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Adani Group: અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Embed widget