Budget 2025: બજેટમાં સરકારે શું કરી મોટી જાહેરાતો, અહીં જુઓ
નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર 3.0નું સંપૂર્ણ સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ખેડૂતો અને સામાન્ય માણસનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

Union Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર 3.0નું સંપૂર્ણ સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ખેડૂતો અને સામાન્ય માણસનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આર્થિક પ્રવૃતિઓમાં મહિલાઓની ભાગીદારી વધારવાની સાથે આસામમાં યુરિયા સેન્ટર ખોલવાની પણ વાત થઈ છે.
સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને બજેટમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાથે જ સરકાર દ્વારા કેટલીક નવી યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી છે.
Budget 2025: બજેટ સાથે સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો
-12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં.
-ટોય સેક્ટર માટે ખાસ સ્કીમ લાવવાની વાત થઈ છે.
-નવી યોજનાનો લાભ પાંચ લાખ એસસી અને એસટી મહિલાઓને મળશે.
-ચામડા ઉદ્યોગથી 22 લાખ લોકોને રોજગાર મળશે.
-હવે સ્ટાર્ટ અપ માટે 10 કરોડ રૂપિયા સુધીની લોનની સુવિધા.
-ભારતીય ભાષાઓમાં ડિજિટલ પુસ્તકો હશે.
-IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે.
- UDAN યોજના હેઠળ હેલિપેડ વિકસાવવામાં આવશે.
-પટના એરપોર્ટનો વિકાસ કરવામાં આવશે.
-બિહાર માટે ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટની જાહેરાત.
-120 નવા એરપોર્ટ UDAN યોજનામાં ઉમેરવામાં આવશે.
- ઘર બનાવવા માટે મુદ્રા લોનની જાહેરાત.
-પસંદ કરાયેલા પ્રવાસીઓ ફ્રી વિઝા મેળવી શકશે.
-રાષ્ટ્રીય જિયો સ્પેશિયલ મિશન લાગુ કરવામાં આવશે. મ્યુઝિયમને આ મિશન સાથે જોડવામાં આવશે.
-નિકાસ માટે નિકાસ પ્રોત્સાહન કેન્દ્રો ખોલવામાં આવશે.
-સંશોધન માટે 20 હજાર કરોડ રૂપિયાની જાહેરાત.
-નવું આવકવેરા બિલ આવતા સપ્તાહે રજૂ કરવામાં આવશે.
- વીમા ક્ષેત્રમાં FDI 75% થી વધારીને 100% કરવામાં આવશે.
-સેન્ટ્રલ કેવાયસી રજિસ્ટ્રી બનાવવામાં આવશે.
-પરોક્ષ કર ઘટાડવાની જાહેરાત, જેનો ફાયદો સામાન્ય માણસને થયો.
-50 હજાર સસ્તા મકાનો બનાવવામાં આવશે.
-મેડિકલ સાધનો સસ્તા થશે.
-કેન્સર સંબંધિત દવાઓ સસ્તી થશે.
-EV બેટરી પર ડિસ્કાઉન્ટની જાહેરાત.
-82 ઉત્પાદનો પરથી સેસ દૂર કરવામાં આવ્યો છે.
-ચામડા પરની આયાત ડ્યુટી હટાવી દેવામાં આવી, જેના કારણે બજારમાં ચામડું સસ્તું થશે.
-LED/LCD સસ્તા થશે.
-ઈલેક્ટ્રિક વાહનો સસ્તા થશે.
-ભારતમાં બનેલા કપડાં સસ્તા થશે.
-ભારતમાં મોબાઈલ ફોન સસ્તા કરવામાં આવશે.
-6 જીવનરક્ષક દવાઓ સસ્તી થશે.
-લિથિયમ બેટરી પર ડિસ્કાઉન્ટ મળશે.
- કાયદાને સરળ બનાવાશે.
-નવું આવકવેરા બિલ ખૂબ જ સ્વચ્છ હશે, જેનાથી ટેક્સ ભરવામાં સરળતા રહેશે.
-ટીડીએસને વધુ તર્કસંગત બનાવવામાં આવશે. તેની મર્યાદા બમણી કરવામાં આવશે.
Budget 2025: બજેટમાં નોકરીયાત વર્ગને મોટી રાહત, 12 લાખ સુધીની કમાણી પણ કોઇ ટેક્સ નહીં





















