શોધખોળ કરો

Budget 2024 : બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે શું કરી મોટી જાહેરાતો, 10 પોઈન્ટમાં સમજો 

નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું. મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં નાણામંત્રીએ  ઘણી  જાહેરાતો કરી હતી.

Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું. મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં નાણામંત્રીએ  ઘણી  જાહેરાતો કરી હતી. આપણે 10 પોઈન્ટમાં સમજીએ કરે નાણામંત્રી નિર્મલા સીતારમણે શું-શું મોટી જાહેરાતો કરી છે.  

1. નાણામંત્રીએ બજેટમાં મિડલ ક્લાસ માટે કરી મોટી જાહેરાત

દેશમાં મોદી સરકાર 3.0 સરકારનું પહેલુ પૂર્ણ બજેટ આજે રજૂ થઇ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે.  આ બજેટમાં તમામ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. ઈન્કમ ટેક્સ પર સરકારે મોટી જાહેરાત કરી છે.  નવા ટેક્સ માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન પર લિમિટ વધારવામાં આવી છે. 3 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે. નવા માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારી 75 હજાર કરવામાં આવ્યું છે.  

2.  રોકાણકારોને સરકારનો મોટો ઝટકો

ભારતીય શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારે રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન 10 ટકાથી વધારીને 12.50 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે પસંદગીની એસેટ્સ પર શોર્ટ ટર્મ કેપિટલને 20 ટકા કરવામાં  આવ્યો છે.  

3. દેશની આર્થિક પ્રગતિ સાચા ટ્રેક પર છેઃ નાણામંત્રી

ભારતની આર્થિક પ્રગતિ સાચા માર્ગ પર છે. ભારતનો ફુગાવો નીચો અને સ્થિર છે. ભારતમાં ફુગાવાનો દર 4%ના લક્ષ્ય તરફ. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સરખામણીમાં ઘણી સારી સ્થિતિમાં છે. સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર છે. સરકારનું ધ્યાન રોજગાર સર્જનની તકો પર છે. રોજગારીની તકો માટે પાંચ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. વચગાળાના બજેટમાં અમે વિકસિત ભારત માટે રોડમેપનું વચન આપ્યું હતું. સરકારે રોજગાર માટે 2 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે.

4. નાણામંત્રીએ કૃષિ માટે કરી મોટી જાહેરાતો 

ખેતીની ઉત્પાદકતા વધારવા માટે પગલાં લેવામાં આવશે. ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતોનો ઉપયોગ કરવામાં આવશે. સંશોધનને પ્રોત્સાહન મળશે. સરકાર કુદરતી ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરશે. પાકના ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષણ અને કૌશલ્ય માટે રૂ. 1.48 લાખનો ખર્ચ થશે. શાકભાજીના ઉત્પાદન અને સપ્લાય ચેઇન માટે ક્લસ્ટર બનાવવામાં આવશે. ઝીંગા ઉત્પાદન અને સંશોધન પર કામ કરવામાં આવશે. કઠોળ અને તેલીબિયાં માટે મિશન મોડ પર કામ કરવામાં આવશે. 400 જિલ્લામાં પાકનો સર્વે કરવામાં આવશે. 32 પાકોની 109 નવી જાતો રજૂ કરવામાં આવશે. બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ફોકસ કરવામાં આવશે.

5. પ્રથમ વખત નોકરી મેળવનારા માટે બજેટમાં ભેટ

નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે સરકાર રોજગાર આપવા પર પ્રોત્સાહન આપશે. સરકાર એમ્પ્લોયરને દર વર્ષે 3000 રૂપિયા આપશે. સરકાર રોજગાર આપવા માટે ત્રણ પ્રોત્સાહક યોજનાઓ લાવશે. પીએમ યોજના હેઠળ ત્રણ તબક્કામાં પ્રોત્સાહન આપવામાં આવશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, "મને 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ અને પહેલોના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં આનંદ થાય છે.  આ વર્ષે અમે 2 લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે રૂ. 1.48 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  

6. બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશને શું મળ્યું ?

બિહારના રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે 26 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત. આનાથી પટના-પૂર્ણિયા એક્સપ્રેસવે, બક્સર-ભાગલપુર એક્સપ્રેસવેનો વિકાસ થશે. બિહારમાં 21 હજાર 400 કરોડ રૂપિયાના ખર્ચે પાવર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આમાં પીરપેંટી ખાતે 2400 મેગાવોટનો નવો પ્લાન્ટ સ્થાપવાનો પણ સમાવેશ થાય છે. બિહારમાં નવા એરપોર્ટ, મેડિકલ કોલેજ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવવામાં આવશે. સરકારનો આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમની  પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે સમન્વિત પ્રયાસ. બહુપક્ષીય વિકાસ એજન્સીઓ દ્વારા આંધ્રપ્રદેશને નાણાકીય સહાયની સુવિધા આપશે. ચાલુ નાણાકીય વર્ષમાં 15 હજાર કરોડ રૂપિયા અને આગામી વર્ષોમાં વધારાનું ભંડોળ પૂરું પાડવામાં આવશે. પોલાવરમ સિંચાઈ યોજનાને વહેલી તકે પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. તેનાથી આપણા દેશને ખાદ્ય સુરક્ષામાં પણ મદદ મળશે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપર્થી વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર. આર્થિક વિકાસ માટે મૂડી રોકાણ માટે એક વર્ષ સુધી વધારાની ફાળવણી. અધિનિયમમાં રાયલસીમા, પ્રકાશમ અને ઉત્તર તટીય આંધ્ર પ્રદેશના પછાત વિસ્તારોને અનુદાન આપે છે. 

7. મુદ્રા લોન મર્યાદા રૂ. 10 લાખ કરોડથી વધીને રૂ. 20 લાખ કરોડ થઈ 

નાણામંત્રીએ MSME માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરી. ગેરંટી યોજના હેઠળ 100 કરોડ રૂપિયા સુધીની લોન મળશે. PSU અને બેંકોને આંતરિક આકારણી બાદ MSME ને લોન આપવા સૂચના આપવામાં આવી હતી. મુદ્રા લોનની મર્યાદા 10 લાખ કરોડ રૂપિયાથી વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે. SIDBI MSME ને મદદ કરવા શાખાઓ વધારશે.

8. ટોપ-500 કંપનીઓમાં 12 મહિનાની ઇન્ટર્નશિપ અને એક કરોડ યુવાનોને માસિક ભથ્થું

નાણામંત્રી નિર્માણ સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે સરકાર આગામી પાંચ વર્ષમાં ટોપ-500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઈન્ટર્નશિપની તક આપશે. આ ઇન્ટર્નશિપ 12 મહિના માટે હશે. આમાં, યુવાનોને વ્યવસાયના વાસ્તવિક વાતાવરણને જાણવાની અને વિવિધ વ્યવસાયોના પડકારોનો સામનો કરવાની તક મળશે. આ અંતર્ગત યુવાનોને દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે. આટલું જ નહીં, તેમને છ હજાર રૂપિયા એકમ મદદ તરીકે આપવામાં આવશે. કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને 10 ટકા ઇન્ટર્નશિપ ખર્ચ ઉઠાવવો પડશે.

9. ઔદ્યોગિક કામદારોને આ લાભ મળશે 

સરકાર PPP મોડમાં ઔદ્યોગિક કામદારો માટે રેન્ટલ હાઉસિંગની સુવિધા પૂરી પાડશે.

10. PM અર્બન હાઉસિંગ પ્લાન માટે 10 લાખ કરોડ, મફત વીજળી 

નાણામંત્રીએ પીએમ અર્બન હાઉસિંગ પ્લાન માટે 10 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન અને નિયમન કરવા માટે નિયમો બનાવવામાં આવશે. સ્ટેમ્પ ડ્યુટી ઘટાડનારા રાજ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે. ઊર્જા સંક્રમણ માટે નવી નીતિ લાવવામાં આવશે. એક કરોડ ઘરો માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. મહિલાઓના નામની નોંધણી પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. નાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાનગી ક્ષેત્રના સહયોગથી બનાવવામાં આવશે. 

સોનું ચાંદી સસ્તુ,  મોબાઈલ ફોનની કિંમત ઘટશે

સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા કરવામાં આવી છે, જેનાથી તે સસ્તી થશે. પ્લેટિનમ પરની કસ્ટમ ડ્યુટી પણ ઓછી કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે પ્લેટિનમ માટે કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6.4 ટકા કરવાની પણ માહિતી આપી હતી. સરકારના આ નિર્ણયના અમલ બાદ સોના, ચાંદી અને પ્લેટિનમના ભાવમાં ઘટાડો થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે મોબાઈલ ફોન અને ચાર્જર પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 15 ટકા ઘટાડી દેવામાં આવી છે. જેના કારણે હવે મોબાઈલ ફોનની કિંમતમાં ઘટાડો જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
2 રૂપિયા વાળા શેરની કિંમત થઇ ગઇ 1400 ને પાર, 5 વર્ષમાં આપ્યું 63 હજાર ટકાથી વધુ રિટર્ન
2 રૂપિયા વાળા શેરની કિંમત થઇ ગઇ 1400 ને પાર, 5 વર્ષમાં આપ્યું 63 હજાર ટકાથી વધુ રિટર્ન
Embed widget