Budget 2024: નવી ટેક્સ રિજીમ પસંદ કરનારાઓને સરકારે આપી મોટી ગિફ્ટ, સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં શું ફેરફાર કરાયો ?
Budget 2024: બજેટને લઈને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે સામાન્ય બજેટ અમૃતકાળનું મહત્વનું બજેટ છે
Union Budget 2024: નાણાંમંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2024-25 માટે સામાન્ય બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટમાં ખેડૂતો, યુવાનો, આરોગ્ય, રોજગારી અને કરદાતાઓ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટને લઈને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે સામાન્ય બજેટ અમૃતકાળનું મહત્વનું બજેટ છે. તે પાંચ વર્ષ માટે આપણી દિશા નિર્ધારિત કરશે અને 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો નાખશે. આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતાં દેશના લાખો-કરોડો કરદાતાઓને મોટી ગિફ્ટ આપી છે, દેશમાં અત્યારે બે ટેક્સ રિજીમ રાખવામા આવી હતી, જેમાં હવે જેઓએ નવી ટેક્સ રિજીમ પસંદ કરી છે તેમને મોટી ગિફ્ટ સરકાર તરફથી મળી છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 2024નું બજેટ રજૂ દીધુ છે. આ બજેટમાં નવી ટેક્સ સિસ્ટમ હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન ₹50,000 થી વધારીને ₹75,000 કરવામાં આવ્યું છે. નવી ટેક્સ સિસ્ટમમાં આવકવેરા સ્લેબમાં ફેરફાર. કેન્દ્રીય બજેટ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના રૉડમેપની ઝલક આપે છે. બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે કહ્યું હતું કે અમારું ધ્યાન ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખોરાક પ્રદાતાઓ પર છે.
ભારતના લોકોએ ત્રીજી વખત વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વળી, ભારતની અર્થવ્યવસ્થા મુશ્કેલ સમયમાં પણ તેજ ગતિએ ચાલી રહી છે. બજેટ રજૂ કરતાં નિર્મલા સીતારમણે કહ્યું, "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેનો લાભ દેશના 80 કરોડ લોકો લઈ રહ્યા છે. અમારી સરકારનું સંપૂર્ણ ધ્યાન રોજગાર, કૌશલ્ય અને યુવાનો પર છે. આ સમયે દેશમાં મોંઘવારી 3.1% પર છે, શિક્ષણ અને રોજગાર માટે 1.48 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્રસ્તાવ છે. બજેટમાં કેન્સરની 3 દવાઓ પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવી રહી છે. પ્રોન અને ફિશ પ્રોડક્ટ્સ પરની કસ્ટમ ડ્યૂટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
શું થયુ સસ્તુ અને શું થશુ મોંઘુ -
બજેટમાં કેન્સરની 3 દવાઓ પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવી રહી છે. કેન્સરના દર્દીઓને રાહત આપવા માટે 3 દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે, એક્સ-રે ટ્યુબ પરની ડ્યૂટી પણ ઓછી કરવામાં આવી છે. આ પછી દેશમાં કેન્સરની ત્રણ દવાઓ સસ્તી થશે. પ્રોન અને ફિશ પ્રોડક્ટ્સ પરની કસ્ટમ ડ્યૂટી પણ ઘટાડી દેવામાં આવી છે. નાણાપ્રધાન સીતારમણે કહ્યું કે પ્લેટિનમ પરની કસ્ટમ ડ્યૂટી 6.4 ટકા ઘટાડવામાં આવી છે, જ્યારે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી 6 ટકા ઘટાડવામાં આવી છે. 25 મહત્વપૂર્ણ ખનિજો પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે. મોબાઈલ ફોન અને ચાર્જર પરની ડ્યુટીમાં 15 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દેશમાં બનેલું લેધર, કાપડ અને શૂઝ સસ્તા થશે.