શોધખોળ કરો

Budget 2024: મુદ્રા લૉનની લિમીટ 10 લાખથી વધારાઇ, હવે વેપાર-ધંધા માટે મળશે આટલા લાખ, જાણી લો સ્કીમ

Pradhan Mantri Mudra Yojana Benefits: દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે

Pradhan Mantri Mudra Yojana Benefits: દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે. આ માટે ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે, જેમાંથી એક પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે. આ યોજના વિશે આજે એટલે કે 23 જુલાઈ 2024 ના રોજ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે મુદ્રા લૉનને લઈને મોટી જાહેરાત કરી હતી. આ લૉનની લિમીટને વધારી દેવામાં આવી છે. જાણો આ લૉન માટે શુ છે અપડેટ અને નવી જાહેરાતથી કોને તેનો લાભ મળશે.

વાસ્તવમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે હવે મુદ્રા લૉન 20 લાખ રૂપિયા સુધી મળશે. જ્યારે પહેલા આ લૉન મર્યાદા 10 લાખ રૂપિયા સુધીની હતી. આવી સ્થિતિમાં મુદ્રા લૉન લેનારા લોકોને આ જાહેરાતનો સીધો ફાયદો મળી શકે છે. ખાસ વાત છે કે દેશમાં મુદ્રા લૉન લઇને કેટલાક નવા સ્ટાર્ટઅપ્સ આગળ વધ્યા છે, નવા વેપાર અને ધંધાને વેગ મળ્યો છે. નવીન સાહસ કરનારા લોકો માટે મુદ્રા લૉન મદદરૂપ સાબિત થાય છે. જાણો આ મુદ્રા લૉન યોજના વિશે...

શું છે આ યોજના ? 
વાસ્તવમાં, પ્રધાનમંત્રી મુદ્રા યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આ અંતર્ગત લોકોને નવો બિઝનેસ શરૂ કરવા માટે ગેરંટી વિના 10 લાખ રૂપિયા સુધીની લૉન આપવામાં આવે છે. જો કે આજે બજેટમાં આ મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.

ક્યારે શરૂ થઇ હતી આ યોજના ?
ભારત સરકારે આ યોજના વર્ષ 2015માં શરૂ કરી હતી. આ યોજનાનો સીધો ફાયદો એ લોકોને થાય છે જેઓ સંસાધનોના અભાવે પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકતા નથી.

યોજના હેઠળ લાભાર્થીને મુદ્રા કાર્ડ મળે છે. મુદ્રા કાર્ડનો ઉપયોગ ડેબિટ કાર્ડની જેમ જ થાય છે. આ કાર્ડની મદદથી તમે તમારા બિઝનેસ સંબંધિત ખર્ચ માટે પૈસા લઈ શકો છો.

યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા અને દસ્તાવેજો

આ યોજનામાં કોઈપણ ભારતીય નાગરિક જેની ઉંમર 24 થી 70 વર્ષની વચ્ચે છે તે અરજી કરી શકે છે. લોન એપ્લિકેશન દ્વારા તમારે આધાર, પાન કાર્ડ, પાસપોર્ટ, સરનામાનો પુરાવો વગેરેની જરૂર પડશે. આ યોજના માટે અરજી કરવા માટે, mudra.org.in ની સત્તાવાર વેબસાઇટ પર જાવ અને ફોર્મ ડાઉનલોડ કરો. પછી ફોર્મમાં બધી માહિતી દાખલ કરો અને તેને તમારી નજીકની સરકારી અથવા ખાનગી બેન્કમાં સબમિટ કરો. બેન્ક તમામ દસ્તાવેજો જોયા પછી તમારી લોન મંજૂર કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget