Union Budget 2024: બજેટમાં મિડલ ક્લાસ માટે મોટી જાહેરાત, નવા ટેક્સ માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા વધી
નિર્મલા સીતારમણ 23 જુલાઈએ બજેટ રજૂ કરશે. આ વખતના બજેટને લઈને એવું માનવામાં આવે છે કે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.
LIVE
Background
Budget Presentation 2024 Live updates: નિર્મલા સીતારમણ 23 જુલાઈએ બજેટ રજૂ કરશે. આ વખતના બજેટને લઈને એવું માનવામાં આવે છે કે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. ખાસ કરીને મધ્યમ વર્ગને આવકવેરા અંગે રાહત આપવામાં આવી શકે છે. નવી અને જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ સ્લેબમાં ફેરફાર થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને બેંકબઝારે નવા આવકવેરા સ્લેબની દરખાસ્ત કરી છે. જો આવી જાહેરાત કરવામાં આવે તો 10 લાખ રૂપિયાથી વધુ કમાનારાઓને મોટો ફાયદો થશે.
બેન્કબજારના નવા ટેક્સ સ્લેબનો પ્રસ્તાવ છે કે જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક રૂ. 18 લાખથી વધુ છે તો તેણે 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે નહીં. હાલમાં, ટેક્સ સિસ્ટમ હેઠળ, 10 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક પર 30 ટકા ટેક્સ લાગુ પડે છે. આવી સ્થિતિમાં, જો ટેક્સ સ્લેબમાં આ ફેરફાર થાય છે, તો 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ઓછામાં ઓછો 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે નહીં.
તમામની નજર બજેટ પર છે. ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને આવકવેરાદાતાઓને બજેટમાંથી કંઈક નવું મળવાની અપેક્ષા છે. મોંઘવારીના કારણે ગૃહિણીઓ પરેશાન છે. દાળ, સિલિન્ડર અને શાકભાજીના ભાવમાં વધારા સાથે મોંઘવારી પણ તેની ટોચ પર છે. મોંઘવારીના કારણે ગૃહિણીઓને તેમના રસોડાના ખર્ચાઓને પહોંચી વળવામાં મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતિમાં સરકાર ખાદ્ય પદાર્થોમાં રાહત આપશે તેવી ગૃહિણીઓને આશા છે.
સાથે સાથે ખેડૂતો હવે આધુનિક રીતે ખેતી અને બાગકામ કરી રહ્યા છે પરંતુ ખેતી-બાગાયતના સાધનો પર જીએસટી લાદવામાં આવતા ખેડૂતો પરેશાન છે. તેમને આશા છે કે બજેટમાં આ ઉપકરણો પરનો GST નાબૂદ કરવામાં આવશે. યુવાનોમાં વધતી જતી બેરોજગારીને જોતા ત્રીજી વખત સત્તા પર આવેલી કેન્દ્ર સરકાર પાસેથી પણ યુવાનોને નવા પ્રોજેક્ટની અપેક્ષા છે, જેનાથી રાજ્યના યુવાનોને રોજગારી મળશે. બજેટમાં ક્યા વર્ગને સરકાર તરફથી કેટલી રકમ મળે છે તે તો બજેટ આવ્યા બાદ જ ખબર પડશે. જો કે તમામની નજર કેન્દ્ર સરકારના સામાન્ય બજેટ પર ટકેલી છે.
ઈન્કમ ટેક્સ પર સરકારે મોટી જાહેરાત
આ બજેટમાં તમામ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. ઈન્કમ ટેક્સ પર સરકારે મોટી જાહેરાત કરી છે. નવા ટેક્સ માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન પર લિમિટ વધારવામાં આવી છે. 3 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે. નવા માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારી 75 હજાર કરવામાં આવ્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાતો કરી છે. 3 લાખથી 5 લાખની આવક પર 5 ટકા ટેક્સ આપવો પડશે. 7થી 10 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ આપવો પડશે. 10થી 12 લાખની આવક પર 15 ટકા ટેક્સ રાખવામાં આવ્યો છે
#UnionBudget2024 | For those opting for the new tax regime, the standard deduction for salaried employees to be increased from Rs 50,000 to Rs 75,000: Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/IiKeOHA0pF
— ANI (@ANI) July 23, 2024
Budget 2024 Live Updates: સોનું અને ચાંદી સસ્તા થશે
મોબાઈલ ફોન અને ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનમાં વધારો થયો છે. મોબાઈલ ફોન અને મોબાઈલ ચાર્જર પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે.
કેન્સરના દર્દીઓ માટે વધુ ત્રણ દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. એક્સ-રે ટ્યુબ અને ફ્લેટ પેનલ ડિટેક્ટર્સ પર પણ કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવશે.
સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી 6 ટકા અને પ્લેટિનમ પર 6.4 ટકા ઘટશે.
Budget 2024 Live Updates: બજેટમાં શહેરી વિકાસ પર ફોકસ
-100 મોટા શહેરો માટે પાણી પુરવઠા, ગટરવ્યવસ્થા માટેના પ્રોજેક્ટ
-30 લાખથી વધુ વસ્તી ધરાવતા 14 મોટા શહેરોમાં ગતિશીલતા માટે વિકાસ યોજનાઓ
-પીએમ આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ શહેરી અને મધ્યમ વર્ગના પરિવારોને લાભ મળશે.
-પસંદગીના શહેરોમાં 100 સાપ્તાહિક હાટ અને સ્ટ્રીટ ફૂડ હબ બનાવવામાં આવશે.
Budget 2024 Live Updates: બજેટમાં નાણામંત્રીની મોટી જાહેરાતો
- કાશીની તર્જ પર બોધગયામાં કોરિડોર બનાવવામાં આવશે.
- બજેટમાં બિહારમાં ટુરિઝમ પર ભાર મૂકવામાં આવ્યો છે.
- નાલંદામાં પ્રવાસનનો વિકાસ
- બિહારમાં રાજગીર ટૂરિસ્ટ સેન્ટરનું નિર્માણ
- પૂર હોનારત પર બિહાર માટે 11000 કરોડ રૂપિયાની જોગવાઈ
Budget 2024 Live Updates: આંધ્રને વધારાની નાણાકીય સહાયની જાહેરાત
નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં આંધ્રપ્રદેશને વધારાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.