જણાવી દઇએ કે એપ ખોલવા પર એન્કર ભાગ લેનાર યૂઝર્સને મેચ સાથે જોડાયેલા 11 સવાલો પૂછશે. જો તમે કોઇ સવાલનો જવાબ ન આપી શકો તો તમે લાઇફ લાઇન યૂઝ કરીને ફરી ગેમમાં આવી શકશો. નોટિફિકેશન દ્વારા એરટેલ ગેમના વિજેતાનું નામ લોકોને જણાવવામા આવશે. આ ગેમ આઇપીએલ ટૂર્નામેન્ટ સુધી ચાલશે, જેમાં યૂઝર્સ દરરોજ પ્રાઇઝ મની જીતી શકે છે.
2/4
‘એરટેલ ટીવી ફ્રી હિટ’ ગેમને મેચ પહેલા 7:30 વાગ્યે રમી શકાય છે. ગેમનુ લાઇવ વર્ઝન પણ છે જેને મેચ ટેલીકાસ્ટ દરમિયાન રમી શકાય છે. આ ગેમ રમવા માટે યૂઝર્સે એરટેલ ટીવી એપને અપડેટ કરવી પડશે અને ગેમ રમવા માટે ખુદને રજિસ્ટર કરવો પડશે. જે બાદ દરરોજ મેચ શરૂ થતા પહેલા રાત્રે 7:30 વાગ્યે યૂઝર આ ગેમ રમી શકશે.
3/4
યૂઝર્સ એન્ડ્રોઇડ મોબાઇલથી એરટેલ ટીવી એપમાં આ ગેમ રમી શકશે. આ ગેમમાં યૂઝર્સે આઇપીએલ ટી20 મેચ સાથે જોડાયેલા કેટલાક સવાલોના જવાબ આપવાના રહેશે. તમામ સવાલોના સાચા જવાબ આપનાર યૂઝર્સને ઇનામ મળશે.
4/4
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે ટેલિકોમ કંપની એરટેલે પોતાના યૂઝર્સ માટે એક ગેમ લોન્ચ કરી છે. આ એરટેલ ટીવી એપર પર રજૂ કરવામાં આવી છે. Airtel TV Free Hitના નામથી આ ક્વિઝ ગેમમાં યૂઝર્સને કેટલાક સવાલ પૂછવામાં આવશે, જેનો જવાબ આપવાનો રહેશે.