મુંબઈઃ અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ કોમ્યુનિકેશન્સની આજે 14મી વાર્ષિક સામાન્ય સભા(AGM) મળી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કંપની ભવિષ્યમાં રિયલ એસ્ટેટ પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગતી હોવાથી ટેલિકોમ સેક્ટરમાંથી સંપૂર્ણપણે નીકળી જવાનો નિર્ણય કર્યો છે. કંપની ટેલિકોમ ડિપાર્ટમેન્ટ તરફથી સ્પેક્ટ્રમ શેરિંગ અને ટ્રેડિંગની મંજૂરીની રાહ જોઈ રહી છે.
2/4
આરકોમ અભૂતપૂર્વ કોર્પોરેટ હેડક્વાર્ટર ધરાવે છે અને 25,000 કરોડ રૂપિયાની કિંમતના સંભવિત મૂલ્ય નિર્માણની નોંધ લીધી છે.
3/4
અનિલ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ રિયાલિટી તેની કંપનીના ભવિષ્યનું ગ્રોથ એન્જિન બનશે. દેશની આર્થિક રાજધાનીથી થોડે દૂર આવેલી અને 133 એકર વિસ્તારમાં ફેલાયેલી ધીરુભાઈ અંબાણી નોલેજ સિટીમાં રિયલિટી ક્ષેત્રમાં મોટી તક છે.
4/4
એજીએમમાં શેરહોલ્ડર્સને સંબોધતા અનિલ અંબાણીએ કહ્યું કે, આરકોમની પ્રાથમિકતા 40,000 કરોડથી વધારે દેવાનો ઉકેલ લાવવાનું છે. તેમણે આ પ્રસંગે મોટા ભાઈ મુકેશ અંબાણીનો આભાર પણ માન્યો હતો. મુકેશ અંબાણીએ અવિભાજ્ય જૂથના ટેલિકોમ ગ્રુપની કલ્પનાને માન્યતા આપી હતી અને આરકોમના મુદ્રીકરણ પ્રયાસોના ભાગરૂપે સંપત્તિ પણ ખરીદી હતી.