આ અંગે એસબીઆઈના ડીજીએમ હેમંત કરોલિયાએ જણાવ્યું કે ગુજરાતમાં હજુ સુધી કાર્ડ બ્લોક થયા અંગેનો એક પણ કેસ સામે આવ્યો નથી. જોકે બેંકોને સૂચના આપી છે કે આવું કંઈ બને તો કસ્ટમરને તુરંત નવું ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરી દેવા.
2/10
બેંકિંગ સત્તાવાળાના જણાવ્યા પ્રમાણે પિન બદલવાના કારણે ગ્રાહકોની બેંક ખાતાની સલામતી વધી શકે. પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ભારતીય બેંકોને સર્વર અને સિસ્ટમના ફોરન્સિક ઓડિટ કરવાના આદેશો આપ્યા છે. જેના કારણે એવું જાણી શકાય કે બેંકના ક્યા ગ્રાહકોના ડેબિટ કાર્ડમાંથી ડેટા ચોરાયા છે.
3/10
બેંકના ઘણા ગ્રાહકો મોબાઈલ એપ અને ઓનલાઈન બેન્કિંગથી નાણાકીય વ્યવહારો કરે છે. આવા ગ્રાહકોએ ખાતામાંથી રકમ તો નથી ઉફડી ગઈ ને તે મોબાઈલ એપ કે નેટ બેન્કિંગથી ચકાસણી કરી લીધી હતી. ૩૦ લાખથી વધુ ડેબિટ કાર્ડ બ્લોક થયાના પગલે એસબીઆઇએ ગ્રાહકોને એટીએમનો પિન બદલવા ભલામણ કરી છે.
4/10
બેંકિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે એસબીઆઇના ૧૬ સર્કલ છે જેમાં ગુજરાતમાં સૌથી વધારે અસર થઇ છે. તહેવારે પૂર્વે આ પ્રકારની મુશ્કેલી ઊભી થતાં બેંકના ગ્રાહકોમાં ચિતા વ્યાપેલી જોવા મળી છે. ગભરાટ ભરી સ્થિતિમાં બેંકમાં પૂછપરછ વધી ગઇ છે.
5/10
ઉલ્લેખનીય છે કે જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક એસબીઆઇએ છ લાખ કરતાં વધુ ડેબિટ કાર્ડ બ્લોક કરી દીધા હતા. જેમાં શહેર સહિત રાજ્યના બેંક ગ્રાહકોના કાર્ડ બ્લોક થયા હોવાના સમાચાર છે. દરમ્યાન જે ગ્રાહકોના કાર્ડ બ્લોક કરાયા છે તેઓના કાર્ડ ઝડપી ઇસ્યુ કરવાની કામગીરી એસબીઆઇએ સત્તાવાળાઓએ હાથ ધરી છે. બેંકના જણાવ્યા પ્રમાણે ગ્રાહકોએ હાલ કોઇ ગભરાવાની જરૂર નથી.
6/10
જોકે ગઇ કાલે એસબીઆઇ, એક્સિસ બેંક સહિત કેટલીક મોટી બેંકોમાં ડેબિટ કાર્ડના ફ્રોડ અંગેની વિગતો બહાર આવતાંની સાથે બેંકિંગ સત્તાવાળાઓ પણ સાવધાન થઇ ગયા હતા.
7/10
જો કે શહેરમાં હજી સુધી એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ, યસ બેંક, એક્સિસ બેંક અને એચડીએફસી બેંક સહિત અન્ય બેંકના ગ્રાહકના ડેબિટ ખાતામાંથી નાણાં ઉપડી ગયા હોય તેવો બનાવ બહાર આવ્યો નથી.
8/10
તો બીજી બાજુ કેટલાક ગ્રાહકો એટીએમમાં જઇ આ અંગે ક્રોસ ચેક કરતાં જોવા મળ્યા હતા કેટલાક ગ્રાહકો બેંકની મોબાઇલ એપ્લિકેશન થકી પણ એકાઉન્ટ ચેક કરતા હતા.
9/10
દિવાળીના તહેવારો ટાણે જ રાજ્ય સહિત દેશભરમાં ૩૦ લાખથી વધુ ડેબિટ કાર્ડ બ્લોક થઇ જવાના કારણે બેંકોના ગ્રાહકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. બેંકોના ગ્રાહકો પોતાના ડેબિટ કાર્ડમાંથી પૈસા ઉપડી ગયા નથી તે અંગેની બેંકોમાં પૂછપરછ વધારી દીધી હતી.
10/10
તમારું એટીએમ કાર્ડ જોખમમાં છે. કારણ કે ચોંકવાનારી જાણકારી સામે આવી છે કે,વ્હાઈટ લેવલ એટીએમથી ફેલાયેલા માલવેરની મદદથી બેંક કસ્ટમરના એકાઉન્ટ હેક ન થાય તેની તકેદારીના ભાગરૂપે એસબીઆઈ સહિતની ટોચની બેંકોએ ૩૨ લાખ ડેબિટ કાર્ડ બ્લોક કરી દીધા છે. તહેવાર ટાણે જ બેંકોએ ડેબિટ કાર્ડ બ્લોક કરી દેતાં અમદાવાદ સહિત દેશભરના બેંક કસ્ટમર્સમાં ભારે ગભરાટ ફેલાયો છે. લોકો 'મારું ડેબિટ કાર્ડ કે મારો પિન હેક તો નથી થયો ને?' તેવા ડર સાથે બેંક અને એટીએમમાં દોડી ગયા હતા અને બેલેન્સ સહિતની વિગતો ચેક કરી હતી.