શોધખોળ કરો
આજથી બદલી શકાશે જૂની નોટો, ટોચની બેંકોએ પોતાના સમય બદલીને ગ્રાહકોને આપી છે કેવી રાહત, જાણો વિગતો
1/5

એક્સિસ બેંક પણ પોતાના ગ્રાહકોને એટીએમમાંથી ઉપાડની 5 ટ્રાન્ઝેક્શનની મર્યાદમાં છૂટછાટ આપી છે. એટલે કે એક્સિસ બેંકના ગ્રાહકો પણ 31 ડિસેમ્બર સુધી 5થી વધારે ટ્રાન્ઝેક્શન કોઈપણ વધારાના ચાર્જ વગર કરી શકશે. એક્સિસ બેંક પણ સવારે 8 કલાકથી રાત્રે 8 કલાક સુધી એટલે કે 12 કલાક ખુલ્લી રહેશે.
2/5

તેવી જ રીતે ICICI બેંક 10 અને 11 નવેમ્બરના રોજ સવારે 8 કલાકથી સાંજે 8 કલાક સુધી એટલે કે 12 કલાક ખુલ્લી રહેશે. ગ્રાહકોના ઘસારાને ધ્યાનમાં રાખતા ICICI બેંકે વધારાના કાઉન્ટર ખોલવાની પણ જાહેરાત કરી છે. ICICI બેંકના ગ્રાહકો માટે એટીએમમાંથી ઉપાડની 5 ટ્રાન્ઝેક્શનની જે મર્યાદા લાદવામાં આવી છે તેમાં પણ રાહત આપવામાં આવી છે. એટલે કે બેંકના ગ્રાહકો 31 ડિસેમ્બર સુધી એક મહિનામાં 5થી વધારે ટ્રાન્ઝેક્શન કોઈપણ ફી વગર કરી શકશે.
Published at : 10 Nov 2016 09:40 AM (IST)
View More





















