શોધખોળ કરો
Book my chotu પર મળે છે ATM, બેંકની લાઈનમાં ઉભા રહેવા માટે હેલ્પર, કલાક પ્રમાણે ચૂકવવો પડશે ચાર્જ, જાણો
1/4

વેબસાઇટના એરિયા મેનેજર રવિ સિંહ કહે છે કે વ્યસ્ત દિનચર્યાને કારણે ઘણા લોકો કલાકો સુધી બેન્કોની લાઇનમાં નથી ઊભા રહી શકતા. તેવામાં લોકોને સેવા ખૂબ પસંદ પડી રહી છે. નોટબંધી બાદ રોજ 5 6 લોકો બેન્ક, એટીએમ અને પોસ્ટ ઓફિસમાં ઊભા રહેવા માટે ઓનલાઇન છોટુને બુક કરાવી રહ્યા છે. હોસ્પિટલ અને દવાની દુકાનોમાં પણ છોટુ લાઇનમાં ઊભા રહે છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે સેવા માટે સગીરોનો ઉપયોગ નથી કરવામાં આવતો.
2/4

છોટુંનું બુકિંગ ઓનલાઇન થાય છે. ઓનલાઇનમાં અરજદારનું નામ, મોબાઇલ નંબર, જરૂરીયાતની જગ્યા અને પેમેન્ટ વગેરેની માહિતી આપીને ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવે છે. બુકિંગ બાદ છોટુ 10 મિનિટમાં જણાવેલી જગ્યાએ પહોંચી જાય છે. સરજિત સિંહ બેદીએ એક વર્ષ પહેલાં સ્ટાર્ટ અપ શરૂ કર્યું હતું. શરૂઆતમાં ઘરોમાં ટૂંકાગાળાના મદદગાર, સફાઈ કામદાર, ચોકીદાર, હોસ્પિટલ, રાશન કે અન્ય જગ્યાઓ ઉપર લાઇનમાં ઊભા રહેવાનાં કામો માટે સેવા શરૂ કરવામાં આવી હતી.
Published at : 23 Nov 2016 07:52 AM (IST)
View More





















