શોધખોળ કરો
Reliance Jioથી પણ મોટી ઓફર લાવી BSNL, માત્ર 9 રૂપિયામાં આખો મહિનો ઇન્ટરનેટ મળશે
1/4
નવી દિલ્હીઃ Reliance Jioના સૌથી સસ્તા 4G ઇન્ટરનેટ પ્લાન લોન્ચ કર્યા બાદ ટેલીકોમ કંપનીઓની વચ્ચે ડેટા વોર શરૂ થઈ ગઈ છે. એરટેલ, વોડાફોન બાદ સરકારી ટેલીકોમ કંપની BSNL પણ આ ડેટા વોરમાં કુદી ગઈ છે. Reliance Jioને ટક્કર આપવા માટે BSNL હવે માત્ર 9 રૂપિયામાં આખો મહિનો અમલિમિટેડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટની સુવિધા આપી રહી છે.
2/4

દરેક મામલે BSNL છે બેસ્ટ: બીએસએનલના જનરલ મેનેજર દીનદયાલ તોષનીવાલે દાવો કર્યો છે કે 9 રૂપિયામાં અનલિમિટેડ ઇન્ટરનેટ સુવિધા દેશભરમાં કોઈપણ ટેલીકોમ કંપની નથી આપી રહી. બીએસએનલે ખાનગી મોબાઈલ ઓપરેટર અને ખુદની સુવિધાની તુલના કરવાનું પણ શરૂ કરી દીધું છે. કંપનીએ તેના માટે ચાર્ટ પણ બનાવ્યો છે, જેમાં અન્ય કંપનીઓના ડેટા ટેરિફ અને તેના ચાર્જ બતાવવામાં આવ્યા છે.
Published at : 12 Sep 2016 07:50 AM (IST)
View More





















