નીરવ મોદીની જે સંપત્તીઓ જપ્ત કરવામાં હતી તેમાં પાંચ વિદેશી બેન્ક ખાતામાંથી (કુલ 278 કરોડ રૂપિયા), હોંગકોંગથી હીરા અને જ્વેલરી(22.69 કરોડ રૂપિયા) અને 19.5 કરોડ રૂપિયાનો દક્ષિણ મુંબઈમાં સ્થિત એક ફ્લેટ સામેલ છે. આ સિવાય ઈડીએ ન્યૂયોર્ક સ્થિત 216 કરોડ રૂપિયાની બે સંપત્તિ પણ જપ્ત કરી છે. ઈડીએ આ કાર્યવાહી પીએમએલએ એક્ટના સેક્શન 5 અંતર્ગત કરી હતી.
2/3
ઇડીએ આ કાર્યવાહી મેહુલ ચોક્સી પીએમએલએ કોર્ટમાં હાજર ન થતા તેના બાદ કરી છે. કૉર્ટે કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.
3/3
નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્કના કૌભાંડી મેહુલ ચોક્સી અને અન્ય આરોપીઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બુધવારે 218 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. આ પહેલા પણ ઈડીએ નીરવ મોદી, તેના ભાઈ સહિત અન્ય લોકોની 637 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. આ સંપત્તિઓ ભારત તથા અન્ય ચાર દેશમાં સ્થિત છે. 13 હજાર કરોડથી વધુના કૌભાંડમાં ઈડી મની લોન્ડ્રિંગની તપાસ પણ કરી રહી છે.