ગ્રાહકોને જે મેસેજ મોકલવામાં આવી રહ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે તમારા ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ અમુક તારીખે એક્સપાયર થઈ જશે. આ મેસેજમાં રિવોર્ડ પોઇન્ટ્સને કેશબેકમાં ફેરવવા માટે કહેવામાં આવ્યું છે.
2/4
SBI દ્વારા લોકોને આવા ફ્રોડથી બચવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત એમ પણ જણાવાયું છે કે જો તમે આવી સંવેદશનીલ જાણકારી આપી હોય તો શક્ય તેટલા વહેલા બેંકને જાણ કરો. જેથી કરીને તમારે કોઈ પ્રકારનું નુકસાન ન ઉઠાવવું પડે.
3/4
બેંકે કહ્યું છે કે, તેમના તરફથી આ પ્રકારની કોઈ જાણકારી માંગવામાં આવી નથી. બેંકે એમ પણ કહ્યું છે કે જો કોઈ ગ્રાહકે ભૂલથી તેની સંવેદનશીલ જાણકારી શેર કરી દીધી હોય તો તરત જ SBI બ્રાંચમાં જાણ કરી દે.
4/4
નવી દિલ્હીઃ દેશમાં જે રીતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધી રહ્યા છે તેટલી જ ઝડપે નાણાંકીય ફ્રોડના મામલા પણ વધી રહ્યા છે. ભારતીય સ્ટેટ બેંકે મંગળવારે આ અંગે તેના ગ્રાહકોને લઈ એક ચેતવણી જાહેર કરી છે. દેશની સૌથી મોટી બેંકે ચેતવણીમાં કહ્યું કે, બેંકના નામે એક નકલી એસએમએસ ગ્રાહકોને મોકલવામાં આવી રહ્યો છે. જેમાં ગ્રાહકોના બેંક એકાઉન્ટ સાથે સંકળાયેલી માહિતી માંગવામાં આવે છે.