અમદાવાદમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવ અનુક્રમે 40 હજાર રૂપિયા અને 39 870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો હતો જ્યારે ચાંદી 46400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે. ઉપરોક્ત ભાવમાં જીએસટી સામેલ છે. બીજી તરફ વાયદા બજાર એમસીએક્સ પર સોનાના ભાવ સોમવારે ફરી નવી ઉંચાઇ 39340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલ્યો ગયો છે. જોકે, આજે ભાવમાં વધારો થયો હતો.
2/3
ઇન્ડિયા બુલિયન એન્ડ જૂલર્સ અસોસિયેશન એટલે કે આઇબીજેએના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું કે, ઉંચા ભાવ પર મોંઘી ધાતુઓની માંગમાં નરમી જોવા મળી હતી. સોના અને ચાંદીના આગામી પડવાના અંદાજને લઇને પૂછાયેલા સવાલ પર તેમણે કહ્યું કે, હાલમાં સોના અને ચાંદીનું બજાર ના કોઇ ફંડામેન્ટલથી અથવા એનાલિસિસ અથવા ચાર્ટથી ચાલી રહ્યું છે.
3/3
નવી દિલ્હીઃ મજબૂત વિદેશી સંકેતો અને ઘરેલુ વાયદામાં આવેલી તેજીથી સોમવારે દેશના બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ રેકોર્ડ ઉંચાઇ પર પહોંચતા 40 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો હતો. ચાંદીનો ભાવ 46500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલ્યો હતો. દેશની આર્થિક રાજધાની મુંબઇ, જયપુર અને સોનાના સૌથી મોટા બજાર અમદાવાદમાં 24 કેરેટના સોનાનો ભાવ 40 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ (ત્રણ ટકા જીએસટીની સાથે) થી વધી ગયો હતો. સોનાનો હાજીર ભાવમાં 1000 રૂપિતા પ્રતિ 10 ગ્રામથી વધુ તેજી નોંધાઇ હતી.