કમિશનરે જણાવ્યું હતું કે ગૂગલ ફોન કંપનીઓને પહેલાથી ગૂગલ સર્ચ એન્જિન ઈન્સ્ટોલ કરવા માટે મોટી રકમ પણ આપે છે. વેસ્ટેજરના આ નિર્ણયથી યૂરોપિય યુનિયનના દેશોમાં પ્રશંસા મળી છે. જોકે, વોશિંગ્ટનમાં તેમના વિરુદ્ધ આક્રોશ ફાટી નીકળ્યો છે. યુરોપમાં ઈન્ટરનેટ સર્ચ પર સિલિકોન વેલીના વધતા પ્રભુત્વને બ્રસેલ્સ વારંવાર ટાર્ગેટ કરતું રહ્યું છે.
2/5
સૂત્રોના જણાવ્યાનુસાર EUના કમિશ્નર વેસ્ટેજરે આ પગલું ઉઠાવ્યાં પહેલા ગૂગલના ચીફ સુંદર પિચાઈ સાથે ફોન પર વાત કરી હતી અને પોતાના નિર્ણય વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગૂગલ અનેક ફોન બનાવનારી કંપનીઓને પહેલાથી જ ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઈન્સ્ટોલ કરવા માટે લાચાર કરે છે. કેટલીક એપ્સને લાઈસન્સ આપવા માટે ગૂગલ સર્ચ કરવું પડે છે અને યૂરોપિય યુનિયનમાં વેચાતા દરેક ફોનમાં પણ ગૂગલ સર્ચ અને ક્રોમ પહેલાથી જ ઈન્સ્ટોલ હોય છે.
3/5
દરમિયાન, એક અહેવાલ અનુસાર, ગૂગલે યુરોપીયન યુનિયનના એન્ટિ-ટ્રસ્ટ ફાઇન સામે અપીલ કરશે એવું જણાવ્યું છે. યુરોપીયન કમિશને કહ્યું છે કે ગૂગલે ત્રણ મહત્ત્વના ક્ષેત્રોમાં તેના એન્ડ્રોઇડ માર્કેટ ડોમિનન્સનો દૂરુપયોગ કર્યો છે. ગૂગલ તેના સર્ચ એન્જિન અને ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ વધારવા માટે પોતાના ડોમિનન્સનો ખોટો ઉપયોગ કરી રહી છે.
4/5
યૂરોપિય યુનિયનના કમિશ્નર મારગ્રેથ વેસ્ટેજરે કહ્યું કે, ’ગૂગલે એન્ડ્રોઈડનો ઉપયોગ પોતાના સર્ચ એન્જિનને મજબૂત કરવામાં કર્યો છે. આ યૂરોપિય યુનિયનના એન્ટીટ્રસ્ટ નિયમો વિરુદ્ધ છે.’ તેમણે કહ્યું કે, ’ગૂગલને 90 દિવસની અંદર તેને બંધ કરી દેવી જોઈએ બાકી તેને આલ્ફાબેટથી થતી કમાણીના પાંચ ટકા દંડ ભરવો પડશે.’
5/5
નવી દિલ્હીઃ યૂરોપિયન યૂનિયને ગૂગલ પર 5 અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે. ગૂગલ પર આરોપ છે કે તેણે પોતાની મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડના પ્રતિસ્પર્ધીઓને બજારથી બહાર રાખવા માટે ચાલ રમી હતી. ગૂગલે સેમસંગ અને હુઆવેઈ જેવી સ્માર્ટફોન બનાવતી કંપનીઓ સાથે કરાર કરીને બજારમાં સૌથી આગળ રહેવા માટે ખોટી રીતે ફાયદો ઉઠાવ્યો છે.