નાણા મંત્રાલય દ્વારા ગુરુવારે ટ્વિટ કરીને આ જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત 5 વર્ષીય માસિક આવકના ખાતા પર 7.7 ટકા, સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ પર 8.7 ટકા અને 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ પર 7.3 ટકા વ્યાજ મળશે.
2/5
સરકારની જાહેરાત મુજબ વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસકગાળા 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બરમાં આ યોજનામાં રોકાણ કરવાથી વધારે વ્યાજ મળશે. આ સમયગાળા માટે પીપીએફમાં 7.6%ના બદલે 8%, એનએસસીમાં 7.6%ના બદલે 8%, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8.1ના બદલે 8.5%, કિસાન વિકાસપત્ર પર 7.3%થી વધીને 7.7% કરવામાં આવ્યો છે.
3/5
નવી દિલ્હીઃ ટૂંકાગાળાની ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરતાં નાના રોકાણકારો માટે સારા સમાચાર છે. સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, કિસાન વિકાસ પત્ર, એનએસસી અને ટૂંકા ગાળાની ડિપોઝિટ સ્કીમમાં 0.4 ટકા વ્યાજ દર વધાર્યાની જાહેરાત કરી છે.