ગુરુવારે બેંક તરફથી શેર બજારને આપવામાં આવેલા લેટર મુજબ, બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા તેના રાજીનામાને સ્વીકારી લેવામાં આવ્યું છે. તેની સામે થઈ રહેલી તપાસની કોઈ અસર નહીં પડે.
2/3
નવી દિલ્હીઃ વીડિયોકોન ઋણ મામલે વિવાદોમાં ઘેરાયેલી ICICI બેંકની CEO ચંદા કોચરે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત તેને બોર્ડ ઓફ ડિરેકટરમાંથી પણ હટાવી દેવામાં આવ્યા છે. ચંદા કોચરની જગ્યાએ સંદીપ બક્ષીને નવા સીએમડી બનાવવામાં આવ્યા છે. ચંદા કોચરના રાજીનામાના અહેવાલ આવતાં જ ICICI બેંકના શેરમાં આશરે 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
3/3
ચંદા કોચર પર વીડિયોકોન ગ્રુપને આપેલી લોન નિયમની વિરુદ્ધ અને અંગત લાભ માટે આપી હોવાનો આરોપ લાગ્યો હતો. તેમાં ચંદા કોચરના પતિ દીપકનું નામ પણ સામે આવ્યું હતું. આ મામલાનો ખુલાસા બાદ ચંદા કોચરને 19 જૂન 2018થી રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા.