સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ નેસ્લે ઈન્ડિયાના ચેરમને અને મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ નારાયણને કહ્યું કે, “અમારો બજાર હિસ્સો આશરે 60 ટકા થઈ ગયો છે. કારોબારના હિસાબે અમે પહેલા જેવી જ સ્થિતિમાં આવી ગયા છે. વેચાણ મૂલ્યના હિસાબે પણ અમે તે સમયની નજીક પહોંચી ગયા છે.”
2/4
2015માં મેગીમાં નિર્ધારીત માત્રાથી વધારે સીસું મળી આવ્યા બાદ તેના બજાર હિસ્સામાં ઘણો ઘટાડો થયો હતો. તે પહેલા નેસ્લેનો નૂડલ્સ બજારમાં આશરે 75% માર્કેટ પર કબજો હતો. આ દરમિયાન પતંજલિએ પણ નૂડલ્સ માર્કેટમાં ઉતારી હતી. જે બાદ મેગીનું વેચાણ ઘટવાની આશા વ્યક્ત કરવામાં આવતી હતી.
3/4
નેસ્લેએ વર્ષ 2017માં 10,000 કરોડ રૂપિયાના વેચાણનું સ્તર પાર કરી લીધું છે. જૂન 2015માં FSSAI દ્વારા મેગીમાં નિર્ધારીત માત્રાથી વધારે સીસું મળવા પર 5 મહિનાનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જે બાદ કાનૂની લડાઈ જીત્યા બાદ મેગી ફરીથી નવેમ્બર, 2015માં ભારતીય માર્કેટમાં આવી હતી.
4/4
નવી દિલ્હીઃ નેસ્લે ઈન્ડિયાની ઈન્સ્ટન્ટ નૂડલ્સ બ્રાન્ડ મેગીએ ભારતમાં 60% બજાર હિસ્સો હાંસલ કરી લીધો છે. કંપનીના એક ટોચના અધિકારીના જણાવ્યા મુજબ વેચાણ મૂલ્યના હિસાબે જોવામાં આવે તો ભારતમાં મેગી સંકટમાં આવ્યા પહેલાના સ્તરે પહોંચી ગઈ છે. નેસ્લેના કુલ વેચાણનો આશરે એક તૃતીયાંશ હિસ્સો મેગીનો છે.