આટલી મોટી સંખ્યામાં ગણતરીના કલાકોમાં એકસાથે લોકો ટિકિટ બુક કરાવતા હોવાના કારણે આઈઆરસીટીસીની વેબસાઈટ આ સમય દરમિયાન હેંગ થઈ જાય છે અથવા ધીમી પડી જાય છે. મુસાફરોની આવી અસંખ્ય ફરિયાદોના પગલે હવે આઈઆરસીટીસીનું તત્કાળ લાઈટ વેઈટ વર્ઝન શરૂ કરાયું છે.
2/3
IRCTC લાઈટ વર્ઝન સવારે 9.30 કલાકથી બપોરે 12 કલાક સુધી કાર્યરત રહેશે. આ દરમિયાન તમામ ઇન્ટરલિંક જેમ કે આઈઆરસીટીસી વેબસાઈટ, ગૂગલ એડ્સ વગેરે હટાવી દેવામાં આવશે જેથી કરીને ઝડપથી ટિકિટ બુક થઈ શકે.
3/3
અમદાવાદ: ઓનલાઈન ટ્રેનની ટિકિટ બુક કરાવનારા પ્રવાસીઓમાં વારંવાર આઈઆરસીટીસીની વેબસાઈટ હેંગ-સ્લો થઈ જતી હોવાની ફરિયાદો ઊઠી હતી. આઈઆરસીટીસીએ હવે નવું આઈઆરસીટીસી લાઈટ પોર્ટલ તાજેતરમાં લોન્ચ કર્યું છે. નવા લાઈટ પોર્ટલ દ્વારા તત્કાલ બુકિંગના શરૂઆતના બે કલાકના સમયગાળામાં ૧ લાખથી વધુ ટિકિટ આસાનીથી બુક થઈ શકશે. હાલમાં ઓનલાઈન ટ્રેનની ટિકિટ બુક કરાવનારા મુસાફરોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે. ખાસ કરીને તત્કાલ ટિકિટનું બુકિંગ શરૂ થાય કે તરત જ સવારે ૧૦.૦૦ કલાકથી ૧૨.૦૦ વાગ્યાના શરૂઆતના બે કલાકમાં અંદાજે ૮૫,૦૦૦થી વધુ ટિકિટનું બુકિંગ થાય છે.