એરટેલનું આ પગલું જિઓ તરફથી મળતી કટ્ટર સ્પર્ધાને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યું છે. જિઓની વેલકમ ઓફર અને ફ્રી વોઈસ કોલિંગને ધ્યાનમાં રાખતા એરટેલ અન્ય પણ સસ્તા ટેરિફ પ્લાન લાવી શકે છે. હાલમાં એરટેલ યૂઝર્સને 1 જીબી 3જી-4જી ડેટા માત્ર 51 રૂપિયામાં મળી રહ્યો છે. હાલમાં જ એરટેલે મેગા સેવર પેક લોન્ચ કર્યું હતું. કંપનીએ દાવો કર્યો હતો કે આ નવી કિંમત બાદ ગ્રાહકોને 80 ટકા સુધી બચત થશે.
2/5
કંપનીનો બીજો પ્લાન છે 748 રૂપિયાનો. તેના માટે પ્રીપેડ યૂઝરે પહેલા 748 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે ત્યાર બાદ તે દર મહિને માત્ર 99 રૂપિાનું રિચાર્જ કરાવીને 1 જીબી ડેટા મેળવી શકે છે. આ પ્લાનની વેલિડિટી 6 મહિનાની રહેશે. એટલે કે 6 મહિના સુધી યૂઝર માત્ર 99 રૂપિયામાં 1જીબી 3જી અથવા 4જી ડેટા મેળવી શકે છે.
3/5
શું છે મેગા સેવર પેક સ્કીમઃ પ્રથમ સ્કીમ અંતર્ગત ગ્રાહકોને 1498 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. 1498 રૂપિયાના રિચાર્જ પર પ્રીપેડ ગ્રાહકોને 28 દિવસ માટે એક જીબી ડેટા મળશે. આ વેલિડિટી પૂરી થયા બાદ ગ્રાહકો 12 મહિના સુધી ગમે ત્યારે 51 રૂપિયાના રિચાર્જ પર એક જીબી ડેટા મેળવી શકશે.
4/5
આ ડેટા ટેરિફ માટે યૂઝર્સે 1495 રૂપિયા ચૂકવવા પડશે. કંપનીએ જણાવ્યુ કે, એક ચોક્કસ સમય સુધી યૂઝરને હાઈસ્પીડ ઇન્ટરનેટ મળશે ત્યાર બાદ આ સ્પીડ 2જી જેટલી થઈ જશે. આ મર્યાદા 30 જીબી રહેશે. એટલે કે 90 દિવસ સુધી યૂઝર 30 જીબી ડેટાનો ઉપયોગ હાઈ સ્પીડ ઇન્ટરનેટની સાથે કરી શકશે ત્યાર બાદ આ સ્પીડ 2જી જેટલી થઈ જશે.
5/5
નવી દિલ્હીઃ એરટેલે શુક્રવારે પોતાના સ્પેશિયલ 4G ડેટા પેકની જાહેરાત કરી છે. આ ખાસ 4G ડેટા ટેરિફ પ્લાનમાં યૂઝરને 90 દિવસ માટે ડેટા મળશે. ટેલીકોમ ઓપરેટર એરટેલે સ્પષ્ટ કર્યું છે કે, હાલમાં આ પ્લાન દિલ્હી-એનસીઆરના યૂઝર્સ માટે ઉપલબ્દ છે અને ટૂંકમાં જ દેશભરમાં લોન્ચ કરવામાં આવશે.