દેશની સૌથી મોટી તેલ રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું કે, 1 ડિસેમ્બરથી દિલ્હીમાં સબ્સિડીવાળુ 14.2 કિલોગ્રામનો રસોઇ ગેસ સિલિન્ડર 133 રૂપિયા સસ્તો મળશે. તેનાં માટે હવે ગ્રાહકોને 809.50 રૂપિયા ચૂકવવા પડશે. હાલ તેની કિંમત 942.50 રૂપિયા હતી. આ પ્રકારે સબ્સિડીવાળા રસોઇ ગેસની કિંમત 500 રૂપિયા થઇ ગઇ છે. આ પ્રકારે ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર 6.52 રૂપિયાની રાહત મળશે.
2/3
જુન મહિના બાદ પ્રથમ વખત રસોઇ ગેસનાં ભાવમાં ઘટાડો થયો છે. નવેમ્બરમાં બે વખત ગેસ સિલિન્ડરનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. કુલ 14.13 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. અંતિમ વખત 1 નવેમ્બરે 2.94 રૂપિયા ભાવ વધારો થયો હતો.
3/3
નવી દિલ્હી : સબ્સિડીવાળા અને સબ્સિડી વગરનાં સિલિન્ડરની કિંમતોમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનાં અનુસાર, સબ્સિડીવાળા રસોઇ ગેસ સિલિન્ડરની કિંમતમાં 6.52 રૂપિયા જ્યારે સબ્સિડી વગરનાં રસોઇ ગેસ સિલિન્ડરનાં ભાવ 133 રૂપિયાનો ઘટાડો થયો છે. નવા ભાવ શુક્રવાર રાતથી લાગૂ થશે.