ડેટા લીકની ઘટના બાદ ફેસબુકના સ્ટોકમાં 15 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો અને ધનાઢ્યોની યાદીમાં ઝકરબર્ગ સાતમાં નંબર પર આવી ગયા હતા. પરંતુ બાદમાં ફેસબુક દ્વારા સકારાત્મક પગલા લેવાતા રોકાણકારોનો વિશ્વાસ વધ્યો અને શેરમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો.
2/4
નવા જમાનાના કરોડપતિ-બ્લૂમબર્ગ ઇન્ડેક્સ પ્રમાણે ટેક્નોલોજી સાથે જોડાયેલ લોકોની સંપત્તિ 5 ટ્રિલિયન ડોલરથી વધારે છે. જે બીજા કોઇપણ અન્ય ક્ષેત્રથી વધારે છે.
3/4
નવી દિલ્હીઃ ફેસબુકના સહ-સ્થાપક ઝકરબર્ગ રોકાણકારણ વોરેન બફેટને પાછળ ચોડીને ત્રીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. માત્ર 34 વર્ળના ઝકરબર્ગે એ સાબિત કરી બતાવ્યું ચે કે ટેકનીકના સહારે વિશ્વમાં મૂડી કેવી રીતે મેળવી શકાય છે. વિશ્વના ધનાઢ્યોની યાદીમાં હવે ઝકરબર્ગ માત્ર એમેઝોનના સ્થાપક જેફ બેજોસ અને માઈક્રોસોફ્ટના સહ સ્થાપક બિલ ગેટ્સ કરતાં જ પાછળ છે.
4/4
શુક્રવારે ફેસબુકના શેરમાં આવેલા 2.4 ટકાના ઉછાળાથી માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં મોટો ફાયદો થયો છે. 34 વર્ષના ઝકરબર્ગની સંપત્તિ બ્લૂમબર્ગ ઇન્ડેક્સ પ્રમાણે, ઝકરબર્ગની સંપત્તિ વોરેન બફેટથી 2536.4 કરોડ રૂપિયાથી વધુ થઇ ગઇ છે. ઝકરબર્ગની કુલ સંપત્તિ હાલ 8160 કરોડ ડોલર (5.55 લાખ કરોડ રૂપિયા) છે. વોરેન બફેટ દુનિયાના સૌથી સફળ રોકાણકાર છે. તેમણે કંપનીના શેરમાં રોકાણ કરીને કમાણી કરી છે. તેમની કંપનીનું નામ બર્કશાયર હૈથવે છે.