નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ભારતમાં ઘણી લોકપ્રિય છે. પરંતુ સુરક્ષાના હિસાબે ઘણી નબળી છે. તાજેતરમાં થયેલા વૈશ્વિક કેમ્પેન NCAPમાં મારુતિ સુઝુકીને એડલ્ટ પ્રોટક્શનના હિસાબે સ્વિફ્ટને ટુ સ્ટાર રેટિંગ આપ્યું છે. GNCAP દ્વારા સેફર કાર્સ ઓફ ઈન્ડિયા નામના કેમ્પેન અંતર્ગત મારુતિ સુઝુકી સ્વિફ્ટનું ક્રેશ ટેસ્ટ રિઝલ્ટ જાહેર કરવામાં આપ્યું છે.
2/4
ક્રેશ ટેસ્ટ દરમિયાન 18 મહિનાના ડમીને બેસાડવામાં આવ્યો હતો. જે બાદ ટેસ્ટમાં અપૂરતી સુરક્ષા હોવાનું જાણવા મળ્યું. આ રીતે 3 વર્ષના ડમી માટે પણ ક્રેશ ટેસ્ટ દરમિયાન છાતીમાં સુરક્ષાનો પુરતો બંદોબસ્ત ન હોવાનું સામે આવ્યું હતું. જે બાજ ટુ સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું હતુ.
3/4
રિઝલ્ટ મુજબ સ્વિફ્ટ એડલ્ટ સેફ્ટીમાં ફેલ રહી છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે સ્વિફ્ટની બોડીશેલ અસ્થિર છે અને ભારે અકસ્માતનો સામનો કરી શકતી નથી. સ્વિફ્ટમાં માથા અને ગળાની સુરક્ષા માટે પૂરતી સાવધાની રાખવામાં આવી છે પરંતુ છાતી અને ઘૂંટણ માટે પૂરતી સુરક્ષા આપવામાં આવી નથી.
4/4
રિપોર્ટમાં સ્ટાન્ડર્ડ ડબલ એરબેગ અને ISOFIX (i-size)ની સાથે આવનારી નવી મારુતિ સુઝુકી સ્વિફ્ટને એડલ્ટ પ્રોટેક્શન અને ચાઇલ્ડ પ્રોટેક્શન બંનેમાં 2 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. જેની પાછલનું કારણ તેનું સ્ટ્રક્ચર જણાવાયું છે. આ ઉપરાંત ડ્રાઇવરની છાતી પર વધારે કમ્પ્રેશન અને ડ્રાઇવર સાઇડમાં પગની અપૂરતી સુરક્ષાનો પણ ઉલ્લેખ છે.