એમએસપોવરયૂઝર ડૉટ કોમની રિપોર્ટ અનુસાર માઈક્રોસોફ્ટે પોતાની ત્રણ પ્રતીસ્પર્ધક કંપનીઓને પછાડી દીધી છે. જેમાં આલ્ફાબેટ ઈન્કનો પણ સમાવેશ થાય છે. આ કંપની સિલિકોન વેલીની દિગ્ગજ કંપનીઓમા સૌથી મુલ્યવાન પ્રોદ્યોગિક કંપની છે.
2/5
માઇક્રોસોફ્ટ કંપનીએ રાજસ્વમાં 19 ટકાના નફા સાથે 34 ટકાનો નફો કર્યો છે. આ દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 29 ટકાથી વધીને 10 અરબ ડૉલર થયો છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી સત્ય નડેલાએ જણાવ્યુ કે નાણાંકીય વર્ષ 2019ની શાનદાર શરૂઆત થઈ છે. જે અમારા પર ગ્રાહકોના વિશ્નાસનું પરિણામ છે.
3/5
પોતાના અજૂર ક્લાઉડ ગેમિંગ અને સરફેસ લેપટોપ પોર્ટફોલિયોના કારોબારમાં વૃદ્ધિથી માઇક્રોસોફક્ટના નાણાંકીય વર્ષ 2019 પ્રથમ ત્રિમાસિક 29.1 અરબ ડૉલરનું રાજસ્વ અને 8.8 અરબ ડોલરનો નફો નોંધાયો હતો.
4/5
નવી દિલ્હી: માઇક્રોસોફ્ટ કંપનીએ 8 વર્ષબાદ એપલ કંપનીને માત આપી અમેરિકાની સૌથી મુલ્યવાન કંપની બની ગઈ છે, જેનો માર્કેટ કેપ 753.3 અરબ ડૉલર છે, જ્યારે એપલ 2010 પછી પહેલીવાર બીજા નંબર પર સરકી ગઈ છે. જેનું મુખ્ય કારણ એપલના આઈફોનનું ઘટી રહેલ વેચાણ છે. બીજી તરફ એવા પણ સમાચાર છે કે કંપની સપ્લાયર પોતાનું રોકાણ અને કાર્યબળમાં ઘટાડો કરી રહી છે.
5/5
એપલ ઓગસ્ટમાં અમેરિકાની પ્રથમ 1,000 અરબ ડૉલરવાળી કંપની બની હતી, જેનો માર્કેટ કેપ ઘટીને 746.8 અરબ ડૉલર નજીક પહોંચી ગયો છે. એમેઝોન 736.6 અરબ ડૉલર સાથે ત્રીજા નંબર પર છે અને આલ્ફાબેટ (ગૂગલની પેરેન્ટ કંપની) 725.5 અરબ ડૉલર સાથે ચોથા નંબર પર છે.