આ ટાંકીમાં જેટલું પેટ્રોલ હોય તેને નરી આંખે જ જોઈ શકાય છે. જે જોવામાં શાનદાર લાગે છે પરંતુ લોકોને વિચારવા મજબૂર કરી દે છે. આ બાઈકને આરએન્ડજી કસ્ટમે મોડિફાઇ કરી છે.
2/6
આ કસ્ટમ રોયલ એનફિલ્ડ 350ને વિન્ટેજ લુક આપવામાં આવ્યો છે. તેના પર મોર્ડન કોસી ફિશ પેન્ટ કરવામાં આવ્યો ચે. તેમાં લેધરની સીટ આપવામાં આવી છે. સીટની ડાબી બાજુ નીચે એક નાની લેધર બેગ પણ આપવામાં આવી છે. આ બાઇકને બનાવવામાં 3 મહિના લાગ્યા હતા.
3/6
ફ્યૂલ ટેંકને એક મેટલની ફ્રેમમાં રાખવામાં આવી છે. તેને બનાવવા ઘણી મહેનત પણ કરવી પડી. બે વખત નિષ્ફળ રહ્યા બાદ ત્રીજી વખત કાચની ફ્યૂલ ટેંક બનાવવામાં સફળતા મળી હતી. ગ્લાસ ઇંધણ ટેંક ઉપરાંત આ બાઇકને પૂરી રીતે રીડિઝાઇન કરવામાં આવી છે. જે હકીકતમાં કોઈપણ કસ્ટમ રોયલ એનફિલ્ડથી અલગ લાગે છે.
4/6
આરએન્ડજી મુજબ કસ્ટમાઇઝ્ડ રોયલ એનફિલ્ડ પર 13 લીટરની કાચ ફ્યૂલ ટેંક ખૂબ મજબૂત, શોકપ્રૂફ અને શટરપ્રૂફ છે. જેનો મતલબ છે કે તે ન માત્ર જોવામાં સારું લાગે છે પરંતુ મજબૂત પણ છે અને તેના વપરાશમાં પણ કોઈ મુશ્કેલી નથી.
5/6
નવી દિલ્હીઃ રોયલ એનફિલ્ડે તેના ચાહકો માટે એક નવો જ લુક રજૂ કર્યો છે. કંપનીએ Thunderbird 350ને એકદમ નવો લુક આપ્યો છે. તેમાં કાચની ફ્યૂલ ટેન્ક આપી છે. જે તેની સૌથી મોટી ખાસિયત છે.
6/6
બાઇકને ઈનહાઉસ રિડિઝાઇન કરવામાં આવી છે. તેમાં લાગેલા હેડલેમ્પ અને ઈન્ડીકેટર તેના ફ્રન્ટ લૂકને અલગ બનાવે છે. આ ઉપરાંત તેની ટાંકીમાં સાઈડમાં લાઇટ્સ પણ આપવામાં આવી છે. જેમાં ગોલ્ડ અને મરૂન કલરનું કોમ્બીનેશન આપવામાં આવ્યું છે.