શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
મુકેશ અંબાણીએ શરૂ કરી પુત્રના લગ્નની તૈયારીઓ, નીતા અંબાણી સાથે પહોંચ્યા આ રાજનેતાને આમંત્રણ આપવા, જાણો વિગત
1/4

આગામી ફેબ્રુઆરી 23, 24 અને 25ના રોજ આકાશ અંબાણીની બેચલર પાર્ટી સ્વિઝરલેન્ડના સેન્ટ મોરટીઝ ખાતે યોજાશે. આ પાર્ટીમાં આકાશના કેટલાંક બોલિવુડના મિત્રો સહિત 500 મહેમાનો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.
2/4

રિસેપ્શન તા.11 માર્ચના રોજ જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાશે. આ અવસર સગા-સંબંધી, મિત્રો સહિત મહેમાનોને આમંત્રણ આપવામાં આવશે.
3/4

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન તા. 9 માર્ચના રોજ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાશે. ત્યાર બાદ તા. 10 માર્ચે વેડિંગ સેલિબ્રેશન યોજાશે.
4/4

મુંબઈઃ દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા દિકરાના લગ્ન થઈ રહ્યા છે. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર ખાતે લગ્નની પ્રથમ કંકોત્રી અર્પણ કર્યા બાદ મુકેશ અંબાણીએ બીજા મહેમાનોને આમંત્રણ આપવાનું શરૂ કર્યું છે. મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી સાથે ચેન્નઈ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ડીએમકે અધ્યક્ષ એમ કે સ્ટાલિનને પુત્રના લગ્નનું આમંત્રણ આપ્યું હતું. સ્ટાલિને મુકેશ અંબાણી પરિવાર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરો શેર કરતા સ્ટાલિને લખ્યું, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીને મળવાનું સૌભાગ્ય.
Published at : 12 Feb 2019 04:31 PM (IST)
View More
Advertisement





















