શોધખોળ કરો
ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, પેટ્રોલ બાદ સબસિડીવાળા LPGમાં થયો વધારો, જાણો કેટલી થઈ કિંમત
1/4

ઉપરાંત બુધવારે કેન્દ્ર સરકારે પેટ્રોલના ભાવમાં વધારો અને ડિઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી હતી. પેટ્રોલિયમ કંપનીઓની જાહેરાત પ્રમાણે પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 13 પૈસાનો વધારો કરાયો છે. જ્યારે ડિઝલમાં વિરોધાભાસી સ્થિતિ જોવા મળે છે. લીટર દીઠ ડિઝલના ભાવમાં 12 પૈસાના ઘટાડો કરાયો છે.
2/4

નવી દિલ્હીઃ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એક વખત ફરી સબસિડીવાળા અને સબસિડી વગરના એલપીજી ગેસની કિંમતમાં વધારો કર્યો છે. ગુરુવારે કંપનીઓએ સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 2.07 રૂપિયા અને સબસિડી વગરના સિલિન્ડરની કિંમતમાં 54.50 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી. દિલ્હીમાં હવે સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 430.64 રૂપિયાથી વધીને 432.71 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે સબસિડીવગરના સિલિન્ડરની કિંમત 529.50 રૂપિયાથી વધીને 584 રૂપિયા થઈ ગઈ છે.
Published at : 01 Dec 2016 09:38 AM (IST)
View More





















