માર્ચ 2013માં ઓલ ઇન્ડિયા બેંક એપ્લોઈઝ એસોસિએશન દ્વારા તૈયાર વિલફુલ ડિફોલ્ટર્સની યાદી અનુસાર વરૂણ ઇન્ડસ્ટ્રીઝ અને તેની સહયોગી કંપની વરૂણ જૂલ્સ પર 10 સરકારી બેંકોના 1242 કરોડ રૂપિયા બાકી હતા. ઉપરાંત કંપનીએ પ્રાઈવેટ બેંક્સ અને ફાઈનાન્સ કંપનીઓ પાસેથી પણ લોન લઈ રાખી હતી. આ યાદીમાં સૂરત બેસ્ડ ડાયમંડ કારોબીર સૌથી ઉપર છે, જેના પર 7000 કરોડ રૂપિયાનું દેવું છે. ત્યાર બાદ વિજય માલ્યાનું નામ છે જેના પર 5600 કરોડ રૂપિયાનું દેવું છે અને વિલફુલ ડિફોલ્ટર થયા બાદ ભાગીને લંડન ચાલ્યા ગયા.
2/4
અધિકારીઓએ જણાવ્યું કે, અગ્રવાલ અને મેહતાએ 2007થી 2012ની વચ્ચે ઇન્ડિયન બેંક અને અન્ય પબ્લિક સેક્ટરની બેંકો પાસેથી લોન લીધી હતી. સીબીઆઈ અનુસાર 2013માં તેઓ ડિફોલ્ટર થવા લાગ્યા અને શેર્સના બદલામાં માર્કેટમાંથી મોટી લોન લેવા લાગ્યા. વિતેલા વર્ષે ઇન્ડિયન બેંકની ફરિયાદ પર સીબીઆઈએ વરૂણ ઇન્ડસ્ટ્રીઝ, અગ્રવાલ અને મેહાતના વિરૂદ્ધ આપરાધિક ષડયંત્ર, છેતરપિંડી અને ફ્રોડનો કેસ દાખલ કર્યો.
3/4
અગ્રવાલ અને મેહતાએ કથિત રીતે ચૈન્નઈ સ્થિતિ ઇન્ડિયનબેંકને 330 કરોડ રૂપિયાનો ચૂનો લગાડ્યો છે. ઉપરાંત અનેક અન્ય બેંકો પાસેથી 1593 કરોડ રૂપિયા લીધા છે. સીબીઆઈ પ્રવક્તા આકે ગૌડે જણાવ્યું, તે ભાગી રહ્યા હતા અને તપાસથી બચી રહ્યા હતા.
4/4
મુંબઈઃ બેંકો અને અન્ય સંસ્થાઓને 2500 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર વિલફુલ ડિફોલ્ટર બનેલ વરૂણ ઇન્ડસ્ટ્રીઝના કો-પ્રમોટર કૈલાશ અગ્રવાલની સીબીઆઈએ ધરપકડ કરી છે. દેશના સૌથી મોટા વિલફુલ ડિફોલ્ટર્સમાંથી એક કૈલાશની વિતેલા સપ્તાહે એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.