શોધખોળ કરો
Advertisement

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત દસમાં દિવસે વધારો, જાણો કેટલું થયું મોંઘું?

1/3

પેટ્રોલ ડીઝલની વધતી કીંમતોને લઈને કૉગ્રેસ સતત મોદી સરકાર પર નિશાન સાધી કરી રહી છે. કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક ટ્વીટ કરી લખ્યું કે, ‘જનતાની આંખોમા ધૂળ ઝોકવું મોદી સરકારનો દુર્લભ નમૂનો !’ પહેલા ડીઝલમાં રૂપિયા 2.5 ઘટાડ્યા, બાદમાં ચોર દરવાજાથી નવમાં દિવસે જ વધાર્યા 2.24, મોદી જી, તેલ પર ધટાડો એક દેખાડો, માત્ર બહેકાવવાનું કામ! બ્લોગર બાબૂ નાણામંત્રીજી આ ચમત્કાર પર કોઈ બ્લોગ?
2/3

નવી દિલ્હી: કેન્દ્ર સરકારમાંથી રાહત આપ્યા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો સતત 10માં દિવસે પણ જારી છે. ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલ પર 6 પૈસા જ્યારે ડીઝલ પર 19 પૈસાનો વધારો કર્યો છે. જેની સાથે દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલ 82 રૂપિયા 72 પૈસા અને ડીઝલ 75 રૂપિયા 38 પૈસા મળી રહ્યું છે.
3/3

છેલ્લા દસ દિવસોમાં દિલ્હીમાં ડીઝલની કિંમતોમાં બે રૂપિયા 43 પૈસા અને પેટ્રોલની કિંમતમાં એક રૂપિયા 22 પૈસાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં અઢી રૂપિયાનો ઘટાડો કર્યો હતો. પરંતુ છેલ્લા 10 દિવસમાં જે રીતે વધારો થયો છે તેમાં સામાન્ય જનતાનો કોઈ જ રાહત નથી.
Published at : 14 Oct 2018 08:32 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
