નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે સતત 13માં દિવસે પણ ભાવમાં વધારો થયો. આ વધારા સાથે મહારાષ્ટ્રના અનેક શહેરમાં પેટ્રોલની કિંમત 91 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઈ છે.
2/5
મંગળવારે પેટ્રોલની કિંમત 10 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો. ડીઝલમાં 9 પૈસા પ્રિત લિટરનો વધારો કરવામાં આવ્યો. આ વધારા બાદ દેશના ચાર મહાનગરો સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત નવી રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગઈ છે.
3/5
મહારાષ્ટ્રના અનેક શહેરમાં પેટ્રોલની કિંમત 91 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. મંગળવારે મહારાષ્ટ્રના પરભણિમાં પેટ્રોલ 91.32 રૂપિયાએ મળી રહ્યું છે. નાંદેડમાં 91.11 રૂપિયા જ્યારે રાજ્યના નંદુરબાર, રત્નાગિરી, બીડ, ઔરંગાબાદ, લાતૂર અને જલગાંવમાં ભાવ 90 પાર પહોંચી ગયા છે.
4/5
મહાનગરોની વાત કરીએ દિલ્હીમાં પેટ્રોલ 82.16 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં 89.54 રૂપિયા પ્રતિ લિટર અને ચેન્નઈમાં 85.41 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળી રહ્યું છે.
5/5
જ્યારે ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં ડીઝલ 73.87 રૂપિયા પ્રતિ લિટર, કોલકાતામાં 75.72 રૂપિયા, મુંબઈમાં 78.42 રૂપિયા અને ચેન્નઈમાં 78.10 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળી રહ્યું છે.