અજય કેડિયાનું કહેવું છે કે ક્રુડ હાલના સ્તરથી આગળ ઓછામાં ઓછું 7થી 8 ટકા મોંઘુ થઇ શકે છે. જો ચિંતા વધશે તો 10 ટકા મોંઘુ થઇ શકે છે. એવું થાય તો પેટ્રોલ અને ડીઝલનો ભાવ 6 રૂપિયાથી 8 રૂપિયા પ્રતિ લીટર વધી શકે છે. અનુજ ગુપ્તાનું માનવું છે કે આગળ થોડા મહિનામાં પેટ્રોલ 5 રૂપિયા અને ડીઝલ રૂ.3 થી રૂ.3.5 પ્રતિ લીટર સુધી મોંઘુ થઇ શકે છે.
2/9
આગામી થોડા મહિનામાં ક્રુડ 85થી 86 ડોલરની પાર જઇ શકે છે. એન્જલ બ્રોકિંગના કોમોડિટીઝ એન્ડ કરન્સીઝના ડેપ્યુટી વાઇસ પ્રેસિડન્ટ, રીસર્ચ અનુજ ગુપ્તા પણ માને છે કે ક્રુડ ઓઇલ ઓછામાં ઓછું 85 ડોલર પ્રતિ બેરલ સુધી જઇ શકે છે.
3/9
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલમાં કોઈ જ રાહત નથી. કર્ણાટક ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ વધ-ઘટ કરવામાં આવી નહોતી. લગભગ 19 દિવસ સુધી કિંમત સ્થિર રાખવામાં આવી હતી. પરંતુ હવે ભાવ ઝડપથી વધી રહ્યા છે. સોમવારથી અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમતમાં લગભગ 1 રૂપિયાનો વધારો થઇ ચૂક્યો છે. શુક્રવારે પેટ્રોલનો ભાવ 29 પૈસા પ્રતિ લીટર વધતા તે 5 વર્ષની ઊંચી સપાટી પર આવી ગયું છે. હવે દિલ્હીમાં એક લીટર પેટ્રોલ રૂ.76.61 અને ડીઝલ રૂ.67.08 થઇ ગયા.
4/9
આગામી થોડા મહિનામાં ક્રુડ 85થી 86 ડોલરની પાર જઇ શકે છે. એન્જલ બ્રોકિંગના કોમોડિટીઝ એન્ડ કરન્સીઝના ડેપ્યુટી વાઇસ પ્રેસિડન્ટ, રીસર્ચ અનુજ ગુપ્તા પણ માને છે કે ક્રુડ ઓઇલ ઓછામાં ઓછું 85 ડોલર પ્રતિ બેરલ સુધી જઇ શકે છે.
5/9
એક્સપર્ટસનું માનવું છે કે તેમાં આગળ પણ તેજી અટકવાની શક્યતા નથી. કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયાનું કહેવું છે કે ઓપેક અને રશિયાએ ઓઇલનું ઉત્પાદન ઓછું કરી દીધું છે. અમેરિકાએ ઇરાન પર પ્રતિબંધ મૂક્યા પછી માર્કેટમાં ઇરાન તરફથી સપ્લાય ઘટવાનો ડર બન્યો છે. તેથી ડિમાન્ડ અને સપ્લાયનો રેશિયો બગડી રહ્યો છે.
6/9
કોટક ઈંસ્ટીટ્યૂશનલ ઈક્વિટીઝ તરફથી લગાવેલા અનુમાનના હિસાબ પ્રમાણે પેટ્રોલ મુંબઈમાં 87 રૂપિયા સુધી પહોંચી શકે છે. હાલમાં 83 નો આંકડો પાર કરી ચુક્યો છે.
7/9
આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલ ચાર વર્ષમાં સૌથી મોંઘું થઈ ગયું છે. નવેમ્બર 2014 પછી પહેલીવાર બ્રેન્ટ ક્રુડની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 80 ડોલરને વટાવી ગઇ છે. તેની સાથે ક્રૂડ ઓઈલ છેલ્લા 4 વર્ષમાં સૌથી ઉંચા સ્તર પર પહોંચી ગયું છે. કાચા ક્રુડની કિંમત વધવા પાછળ અનેક કારણો છે. તેમાં ઓપેક અને રશિયા દ્વારા પ્રોડક્શનમાં કાપ, ઇરાન પર અમેરિકા તરફથી પ્રતિબંધના કારણે સપ્લાય ઘટવાનો ડર જેવા કારણો સામેલ છે. ઇરાન ક્રુડ ઓઇલનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. તે ઉપરાંત વેનેઝુએલાથી ક્રુડની આપૂર્તિમાં ઘટાડો પણ એક કારણ છે.
8/9
કોટક ઈંસ્ટીટ્યૂશનલ ઈક્વિટીઝ તરફથી લગાવેલા અનુમાનના હિસાબ પ્રમાણે પેટ્રોલ મુંબઈમાં 87 રૂપિયા સુધી પહોંચી શકે છે. હાલમાં 83 નો આંકડો પાર કરી ચુક્યો છે.
9/9
કર્ણાટક ચૂંટણીના ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન ક્રુડ ઓઇલની કિંમતમાં 5 ડોલરનો વધારો થઇ ચૂક્યો છે. તેને જોતા પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલના ભાવમાં આશરે 6.2 ટકા એટલે કે 4 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવો પડે. તેમાં 98 પૈસાનો વધારો કંપનીઓ કરી ચૂકી છે અને બાકીનો વધારો પણ ઝડપથી આવી શકે છે.