બીજી બાજુ રૂપિયો સતત નબળો થઇ રહ્યો છે તેથી ઓઇલ કંપનીઓ ઇચ્છે તો પણ તેને અટકાવી નહિ શકે. તેથી આગામી થોડા મહિનાઓમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 6થી 8 રૂપિયા પ્રતિ લીટર વધારો થવાના એંધાણ છે. આવું થશે તો મુંબઇમાં પેટ્રોલ 90 રૂપિયા પ્રતિ લીટર અને દિલ્હીમાં 80 રૂપિયા પ્રતિ લીટર થશે. તેની સીધી અસર તમારા ખાવા-પીવા, હરવા ફરવા પર એટલે કે ખિસ્સાં પર પડશે.
2/7
જો આગામી દિવસોમાં વૈશ્વિકસ્તરે ક્રૂડની કિંમતમાં ઘટાડો નહીં નોંધાય તો સામાન્ય માણસે વધારે મોંઘવારી માટે તૈયારી રહેવું પડશે. કારણ કે વધતી ક્રૂડના ભાવને કારણે દેશમાં પેટ્રોલ 90 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઇ શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, વૈશ્વિક બજારમાં કાચા તેલ (ક્રુડ ઓઇલ)ની કિંમત સતત વધી રહી છે. તેથી આગામી સમયમાં ક્રુડ ઓઇલ પણ વધારે મોંઘુ થશે. તેનાથી ઇન્ડિયન બાસ્કેટમાં પણ એટલા પ્રમાણમાં ક્રુડ મોંઘુ થશે.
3/7
નવેમ્બર 2014 પછી પહેલીવાર બ્રેન્ટ ક્રુડની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 80 ડોલરને વટાવી ગઇ છે ત્યારે પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઓપેક સંગઠનના પ્રમુખ દેશ સાઉદી અરેબિયાને કહ્યું છે કે કિંમતોને સ્થિર રાખે. પ્રધાનના જણાવ્યા અનુસાર, ભાવ અચાનક વધવાથી દેશના ગ્રાહકો અને અર્થતંત્રને નુકસાન થાય છે. પ્રધાને ભારતની આ વાત સાઉદી અરેબિયાના એનર્જી મિનિસ્ટર ખાલિદ અલ ફલિહની મુલાકાત વખતે કહી. સામે સાઉદી મંત્રી અલ ફતેહે આશ્વાસન આપ્યું કે સાઉદી પોતે ઇચ્છે છે કે ગ્લોબલ ઇકોનોમીમાં ગ્રોથથી તેને પણ ફાયદો થશે. તેમણે કહ્યું કે પર્યાપ્ત સપ્લાયથી કિંમતોને સ્થિર રાખવામાં મદદ મળશે.
4/7
આ પહેલા કર્ણાટક ચૂંટણીના કારણે પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો. તે દરમિયાન ક્રુડ ઓઇલની કિંમતમાં 5 ડોલરનો વધારો થઇ ચૂક્યો છે. તેને જોતા પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલના ભાવમાં આશરે 4 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવો પડે. તેમાં 98 પૈસાનો વધારો કંપનીઓ કરી ચૂકી છે અને બાકીનો વધારો પણ ઝડપથી આવી શકે છે.
5/7
દેશના પાંચ શહેરમાં પેટ્રોલની કિંમત 80 રૂપિયા પ્રતિ લિટરથી વધારે થઈ ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 84.07 રૂપિયા પ્રતિ લિટર છે તો બોપાલમાં 81.83 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની સૌથી વધારે કિંમત હૈદ્રાબાદમાં 73.45 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે મુંબઈમાં ડીઝલની કિંમત 71.94 રૂપિયા પ્રતિ લિટર છે.
6/7
છેલ્લા પાંચ દિવસથી વધી રહેલા ભાવના કારણે કુલ 1 રૂપિયાનો વધારો થઈ ચુક્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 76.24 અને ડીઝલ 67.31 રૂપિયા પ્રતિ લિટરની સપાટીએ પહોંચ્યુ છે. એક અંદાજ મુજબ એક સપ્તાહમાં ડીઝલની કિંમતમાં 1.50 અને પેટ્રોલની કિંમતમાં એક રૂપિયાનો વધારો નોંધાયો છે.
7/7
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમત કર્ણાટકની ચૂંટણી બાદ ભડકે બળી રહી છે. કિંમત મનમોહન શાસનકાળ કરતાં પણ ઉપર નીકળી ગઈ છે. રવિવારે 33 પૈસાના ઉછાળા સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 76.24 રૂપિયાએ પહોંચી ગઈ છે. આ પહેલા યૂપીએ-2ના શાસનકાળમાં પેટ્રોલની કિંમત 76.06 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી હતી.