રીઝર્વ બેન્કની મોનેટરી પોલિસી 6 જૂને આવવાની છે. તે પહેલા બેન્કો MCLR રેટ વધારી રહી છે. પાછલા થોડા મહિનાઓ દરમિયાન એસબીઆઇ ઉપરાંત પીએનબી, બેન્ક ઓફ બરોડા, આઇસીઆઇસીઆઇ બેન્કે MCLR વધાર્યો હતો. એવું મનાય છે કે રિઝર્વ બેન્ક આ વખતે ન્યુટ્રલ વલણ છોડીને પોલિસી રેટમાં વધારો કરી શકે છે. એપ્રિલની મોનેટરી પોલિસીમાં રિઝર્વ બેન્કે તેનો સંકેત આપ્યો હતો.
2/6
આ ત્રણેય બેંકે પોતાના બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ્સ અથવા એમસીએલઆર 0.1 ટકા સુધી વધારી દીધા છે. એવામાં લોન લેનાર ગ્રાહકોને હવે લોન પર વધારે વ્યાજ ચૂકવવા તૈયાર રહેવું પડશે. વ્યાજના નવા દર 1 જૂનથી લાગુ થઈ ગયા છે.
3/6
એસબીઆઇએ આ વર્ષે એટલે કે 2018માં બીજીવાર MCLR વધાર્યો છે. અગાઉ તેણે MCLRમાં 0.2 ટકા વધારો કર્યો હતો. એસબીઆઇએ પોતાનો ડિપોઝિટ રેટ હજુ થોડા દિવસો પહેલા વધાર્યો હતો.
4/6
એચડીએફસીએ પણ પોતાનો રીટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR) 0.1 ટકા વધારી છે. તેથી તેની હોમલોન મોંઘી બનશે. આ વધારો 2 જૂનથી લાગુ થશે. જ્યારે પીએનબી, આઇસીઆઇસીઆઇ બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ પોતાનો MCLR 10 બેસિસ પોઇન્ટ એટલે કે 0.1 ટકા વધાર્યો છે. તેના કારણે ઇએમઆઇ પણ વધી જશે.
5/6
નવી દિલ્હીઃ રિઝર્લ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી પહેલા દેશની ત્રણ મોટી બેંકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકે પોતાના લોનના રેટમાં વધારો કર્યો છે.
6/6
MCLR વધવાથી હવે એસબીઆઇમાંથી હોમલોન, કાર લોન, પર્સનલ લોન કે બિઝનેસ લોન મોંઘી બનશે. ગ્રાહકોએ હવે આ લોન્સ પર 0.1 ટકા વધુ વ્યાજ ચુકવવું પડશે.