નવી દિલ્હીઃ લાંબા અંતરની ટ્રેનમાં પ્રવાસ, મનપસંદ ભોજનની સાથે હવે શોપિંગ પણ કરી શકાશે. ટૂંકમાં જ લાંબા અંતરની ટ્રેનમાં આ સુવિધા મળશે. તમે તમારી મનપસંદ વસ્તુ ખરીદી શકશો અને માત્ર રોકડ જ નહીં પરંતુ ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી દ્વારા પણ પેમેન્ટ કરી શકશો. આ સુવિધા જાન્યુઆરી 2019ના પ્રથમ સપ્તાહમાં શરૂ થઈ જશે.
2/3
ચાલુ ટ્રેનમાં શોપિંગની સુવિધાથી રેલવે પ્રવાસીઓને વધારાની સુવિધા આપવાની સાથે સાથે કમાણી કરવા પણ માગે છે. મીડિયા અહેવાલ અનુસાર હાલમાં આ સુવિધાને પશ્ચિમ રેલવેની 16 મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં લાગુ કરવામાં આવી છે. મેસર્સ એચબીએન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીને 5 વર્ષ માટે 3.66 કરોડ રૂપિયામાં આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
3/3
ટ્રેનમાં પ્રવાસીઓ બ્યૂટી પ્રોડક્ટ, હોમ પ્રોડક્ટ, કિચન એપ્લાયન્સ, ફિટનેસ પ્રોડક્ટ અને FMCG સાથે જોડાયેલ પ્રોડક્ટ મળશે. કોઈપણ વેન્ડરને કોઈપણ પ્રકારના ખાદ્ય પદાર્શ, તંબાકૂ, સિગરેટ અને ગુઠવાનું વેચાણ કરવાની પરવાનગી નહીં હોય. પ્રવાસીઓને જોવા અને સામાનની માગ માટે કેટલોગ આપવામાં આવશે, જેમાં દરેક સામાનની કિંમત લખેલી હશે. રેલવે અનુસાર, સેલ્સમેનને સવારે 8થી રાત્રે 9 સુધીના સમયમાં જ સામાન વેચવાની મંજૂરી હશે, જેથી પ્રવાસીઓને અસુવિધા ન થાય.