શોધખોળ કરો
SBIએ નોંધાવી 4,876 કરોડ રૂપિયાની જંગી ખોટ
1/5

બીએસઈને અપાયેલી જાણકારીમાં એસબીઆઈએ જણાવ્યું કે, તેણે 1 નવેમ્બર 2017થી લાગુ નવી સેલેરી અંતર્ગત બાકી રકમ માટે 30 જૂન 2018 સુધીમાં 2,655.40 કરોડ રૂપિયાનું પ્રોવિઝનિંગ કર્યું હતું, જે માર્ચ ક્વાર્ટરમાં 1,659.41 કરોડ રૂપિયા હતી. નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (એનસીએલટી) તરફથી જે રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળવા પર બેંકે કેસ પર એપ્રિલ-જૂન 2018 દરમિયાન કાયદાકીય સલાહ માટે 1,952.94 કરોડ રૂપિયા ખર્ચ કર્યો.
2/5

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રિલ જૂન ક્વાર્ટરમાં તગડું નુકસાન થયું છે. નફામાંથી બેંક ખોટમાં આવી ગઈ છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં એસબીઆઈને 4,875.85 કરોડ રૂપિયાની ખોટ ગઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ પહેલા આ ક્વાર્ટરમાં કંપનીને 242 કરોડ નફો થવાની ધારણા હતા, પરંતુ અંદાજથી વિપરીત કંપનીને તગડી ખોટ નોંધાવી છે.
Published at : 11 Aug 2018 08:12 AM (IST)
View More





















