આ પહેલા એક ડિસેમ્બરના સબસિડીવાળા સિલિન્ડર પર 6.52 રૂપિયા અને એક જાન્યુઆરીના 5.91 રૂપિયા ઘટાડવામાં આવ્યા હતા. સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ અંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમતમાં ઘટાડો અને અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયાની સ્થિતિમાં સુધારો થવો છે.
2/3
ઈન્ડિયન ઓઈલે પોતાના એક નિવેદનમાં કહ્યું ગુરૂવારે મોડી રાતથી દિલ્હીમાં સબશિડીવાળા 14.2 કિલો ગેસ સિલિન્ડરની કિંમત 493.53 રૂપિયા હશે જે અત્યારે 494.99 રૂપિયા છે. સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડરની કિંમત પણ 30 રૂપિયા ઘટાડી હવે 659 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવી છે.
3/3
નવી દિલ્હી: એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબર છે. સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં 1.46 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને આ જાણકારી આપી હતી. સરકારી પેટ્રોલિયમ ઓઈલ વિતરણ કંપનીઓએ રસોઈ ગેસના ભાવમાં એક મહિનામાં ત્રીજી વખત ઘટાડો કર્યો છે.