પુણેમાં બનેલી અને ઈમ્પેક્ટ 2.0 ડિઝાઇન ધરાવતી Harrier કંપનીની પ્રથમ એસયુવી હશે. આ એસયુવીમાં હાઇ સ્ટ્રેંથ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે. જેનાથી સેફ્ટી ફીચર્સ વધી જશે. ટાટા મોટર્સ દ્વારા કારને 2019ની શરૂઆતમાં લોન્ચ કરવાની વાત પર મહોર મારી છે.
2/4
આ કાર જાન્યુઆરી 2019માં લોન્ચ થશે તેમ માનવામાં આવી રહ્યું છે. કંપનીએ Auto Expo 2018માં Tata H5X કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. જે બાદ કારના મોડલને Tata Harrier નામ આપવામાં આવ્યું છે. આ નવી કાર ઓમેગા આર્કિટેક્ચર બેસ્ડ છે. જે ટાટાની ગાડીમાં ઉપયોગમાં લેવાનારું પ્રથમ Land Rover પ્લેટફોર્મ છે.
3/4
કારમાં 2.0 લીટરનું એન્જિન આપવામાં આવશે. તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયર બોક્સનો ઓપ્શન આપવામાં આવ્યું છે. ટાટા મોટર્સે H5Xને 7 સીટર અને 5 સીટર એસયુવી બંને વેરિયન્ટમાં રજૂ કરી હતી, પરંતુ પહેલા 5 સીટરને લોન્ચ કરવામાં આવશે. કારની કિંમતને લઈ કંપની દ્વારા હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
4/4
નવી દિલ્હીઃ ટાટા મોટર્સ દ્વારા તેની લેટેસ્ટ એસયુવી Tata Harrierનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કાર બુક કરાવી શકાય છે. પ્રી બુકિંગ માટે ગ્રાહકે માત્ર 30,000 રૂપિયા જ આપવા પડશે. જોકે કંપની તરફથી હજુ સુધી લોન્ચિંગ તારીખ જણાવવામાં આવી નથી.