શોધખોળ કરો
TCSએ રચ્યો નવો ઈતિહાસ: 100 બિલિયન ડોલર ક્લબની બની પહેલી ભારતીય કંપની
1/6

માર્કેટ ખૂલતાના પહેલા કલાકમાં ટીસીએસનો શેર રૂ.3,557ને ટચ કર્યો છે, જે તેની 52 વીક હાય સપાટી છે. બપોરે શેર 3500 પર ચાલે છે અને તેની માર્કેટ કેપ રૂ.6,70,747 કરોડ છે. એનએસઈના આંકડા મુજબ પહેલી જ 15 મિનિટના કારોબાર દરમિયાન ટીસીએસનું માર્કેટ કેપ રૂ.6,62,726.36 કરોડના સ્તરને પાર કરી ગયું હતું.
2/6

સોમવારે શેરબજારમાં ઓપનિંગ સેશનના પ્રથમ એક કલાકમાં ટીસીએસના શેર્સમાં 4.41 ટકા અથવા લગભગ 151 રૂપિયા ઊછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે માર્કેટ બંધ થવા સમયે ટીસીએસનો શેર રૂ.3,402ના સ્તરે બંધ થયો હતો અને સોમવારે ટીસીએસના શેર 3,424ના સ્તરે ખુલ્યો હતો.
Published at : 23 Apr 2018 02:14 PM (IST)
Tags :
TCSView More





















