નવી દિલ્હીઃ જૂન મહિનાથી ટેલીવિઝન, ફ્રિઝ અને વોશિંગ મશીન સહિત અન્ય વસ્તુઓ ખરીદવી મોંઘી થઈ શકે છે. કન્ઝ્યૂમર ડ્યૂરેબલ ફર્મ્સે આ વાતના સંકેત આપ્યા છે. ક્રૂડ ઓઈલના સતત વધતા ભાવ અને રૂપિયામાં ઘટાડાની અસર આ પ્રોડક્ટના ભાવ વધારા તરીકે સામે આવી શકે છે.
2/4
વ્હર્લપૂલ ઈન્ડિયા પહેલા ગોદરેજ એપ્લાયન્સેસે પણ જૂનથી તેની પ્રોડક્ટના ભાવ વધારવાના સંકેત આપ્યા હતા. ગત મહિને 29 એપ્રિલે કંપનીએ કહ્યું હતું કે જૂનથી ઉત્પાદનના ભાવ વધારવો જરૂરી થઈ ગયો છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયો પણ નબળો પડી રહ્યો છે.
3/4
વર્તમાન નાણાકીય વર્ષમાં કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સની માંગ સારી રહેવાની સંભાવના છે. સારો જીડીપી, મોન્સૂનના સારા સમાચાર અને ગ્રામીણ વિદ્યુતીકરણ માટે ભરવામાં આવેલા પગલાંથી માંગમાં વધારો થઈ શકે છે.
4/4
કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ ફર્મ વ્હર્લપૂલ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર સુનીલ ડીસૂજાએ કહ્યું કે, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને રૂપિયામાં ઘટાડાની અસર તમામ ચીજો પર પડે છે. જેના કારણે ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટના ભાવ આગામી દિવસોમાં વધી શકે છે. કાચા માલની આયાતનો ખર્ચ કંપનીને ઘણો પ્રભાવિત કરે છે. રૂપિયામાં ડોલર સામે સતત ઘટાડાની અસર કંપનીના ઉત્પાદનો પર પડશે. આ કારણે ભાવ વધારા માટેનું આ એક મહત્વનું કારણ હશે.