શોધખોળ કરો
Vodafoneએ ત્રણ નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા, રોજ મળશે 1.5GB ડેટા
1/3

નવી દિલ્હીઃ વોડાફોને ભારતમાં ત્રણ નવા પ્રીપેડ ટેરિફ પ્લાનની સાથે પોતાના પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું છે. આ નવા પ્લાન્સમાં દરરોજ 1.5 જીબી ડેટા ગ્રાહકોને આપવામાં આવશે. આ પ્લાન્સ બાદ વોડાફોનના ગ્રાહકોને પાસે 1.4 જીબી, 1.5 જીબી, 2 જીબી અને 3 જીબી ડેટાવાળા પ્લાન્સનો વિકલ્પ મળશે.
2/3

વોડાફોનના આ ત્રણ પ્લાનની કિંમત 209 રૂપિયા, 479 રૂપિયા અને 529 રૂપિયા છે. તેમની વેલિડિટી ક્રમશઃ 28 દિવસ, 84 દિવસ અને 90 દિવસ રહેશે. 209 રૂપિયાના પ્લાનમાં કુલ 42 જીબી, 479 રૂપિયાના પ્લાનમાં 126 જીબી અને 529 રૂપિયાના પ્લાનમાં કુલ 135 જીબી ડેટા મળશે. હાલમાં આ પેક્સ પસંદગીના સર્કલ્સમાં મળશે, ત્યાર બાદ અન્ય જગ્યાઓ પર લાગુ કરવામાં આવશે.
Published at : 22 Aug 2018 07:58 AM (IST)
View More





















