વોડાફોન આઈડિયાનો આ પ્લાન રિલાયન્સ જિયોના પ્લાન 1699ને ટક્કર આપશે. રિલાયન્સ જિયો 1699 રૂપિયામાં મફત કોલિંગ, રોજનો 1.5 GB ડેટા અને રોજના 100 SMS સુવિધાનો લાભ મળશે, સાથે જિયો ટીવી, જિયો મુવીઝ, જિયો સાવન મ્યુઝિક સહિત અન્ય એપ્સનું સબસ્ક્રિપ્શન મળશે.
2/3
વોડાફોનનો આ પ્લાન એક વર્ષનો છે જેની કિંમત 1499 રૂપિયા છે. આ પ્લાનમાં વોડાફોન-આઇડિયા ગ્રાહકોને 365 દિવસનું કોલિંગ, ડેટા, અને SMSની સુવિધા મળશે. વોડાફોન આઈડિયા અનુસાર આ પ્લાનમાં ગ્રાહકોને રોજના 1 GB 3G/4G ડેટા મળશે, રોજના 100 SMS અને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળશે. વોડાફોન-આઇડિયાના આ પ્લાનમાં ગ્રાહકોમાં રોમિંગમાં અનલિમિટેડ કોલિંગ, ડેટા અને SMS સુવિધાનો લાભ મળશે. આ સિવાય ગ્રાહકોને વોડાફોન પ્લેનો ફ્રી સબ્સક્રિપ્શન પ્લાન મળશે.
3/3
નવી દિલ્હી: રિલાયન્સ જિયો અને બીએસએનએલને ટક્કર આપવા વોડાફોન-આઈડિયા પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. આ ઓફરમાં ગ્રાહકોને એક વર્ષ સુધી કોલિંગ, ડેટા સહિત બધુજ ફ્રીમાં મળશે.