Crime News: નવસારી નજીક કચ્છ એક્સપ્રેસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, શરીર પર બોટલો બાંધીની હેરાફેરી
દારૂની હેરાફેરી માટે બુટલેગરો કેવા કિમિયા કરે છે તેનો પર્દાફાશ આજે કચ્છ એક્સપ્રેસમાં થયો અહી કેટલાક શખ્સો શરીરમા વિદેશી દારૂની બોટલો બાંધીની તેની સપ્લાય કરતા ઝડપાયા
Crime News:દારૂની હેરાફેરી બુટલેગરો કેવા કિમયા કરે છે તેનો આજે કચ્ચ એક્સપ્રેસમાં પર્દાફાશ થયો. અહીં એક શખ્સ શરીરમાં દારૂની બોટલ બાંધેલી સ્થિતિમાં દારૂ સાથે ઝડપાયો.
નવસારી નજીક કચ્છ એક્સપ્રેસમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. દારૂની હેરાફેરી માટે નવા કીમિયોનો નવસારીમાં પર્દાફાશ થયો છે. અહીં એક શખ્સ શરીર પર બોટલો બાંધી દારૂની હેરાફેરી કરતાં જોવા મળ્યો. આ શખ્સ પાસેથી સંખ્યાબંધ વિદેશી દારૂની બોટલો મળી આવી છે. નવસારી રેલવે પોલીસે દારૂની બોટલ જપ્ત કરીને 4 લોકોની અટકાયત કરી છે. આ આરોપીમાં ત્રણ મહિલા અને એક દિવ્યાંગ યુવાનનો સમાવેશ થાય છે. ચૌકાવનારી બાબત છે કે, સગીર વયના છ બાળકો પણ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા છે.
આ પહેલા પંચમહાલના હાલોલનાં કંજરી ચોકડી પાસેથી SMCની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો, બોલેરો ગાડીમાંથી 9 લાખ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. SMC ટીમે ચોક્ક્સ બાતમી નાં આધારે વડોદરા પાર્સિંગની બંધ બોડીની મહિન્દ્રા બોલેરો ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 246 નંગ પેટીઓ સાથે નિલેશ ગોહીલ નામના વ્યકતિ ની અટકાયત કરી હતી,બોલેરો ગાડી એક્ટિવા સહિત 12 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે લઈ ઝડપાયેલા ઇસમ વિરુધ કાર્યવાહી હાથ ધરી છે.
આ પહેલા 2 દિવસ અગાઉ સુરેન્દ્રનગરના ઝિઝુવાડા પોલીસના પી ઍસ આઇ જાલમસિંહ નામના આરોપીને પકડીને આવતી હતી, જાલમસિંહ નામના આરોપી સામે લુંટ દારૂ મારામારી સહિતના અનેક ગુના નોંધાઇ ચૂક્યા છે.દારૂના કેસમાં છેલ્લા ઘણા સમયથી તે વોન્ટેડ હતો. પાટડીના જેનાં બાદ ગામેથી આરોપીને પકડી પોલીસ ઝીંઝુવાડા લાવતી હતી,ઝીંઝુવાડા ગામના ચોકમાં આરોપીના સાગરીતે કર્યો પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસ પર હુમલો કરી આરોપી છોડાવી ગયા હતા. આ ઘટનામાં એક પી એસ આઇ અને અન્ય પોલીસ કોસ્ટબલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
Rajkot News: ઉપલેટામાં ખંડણી ન આપતાં યુવક પર જીવલેણ હથિયારથી હુમલો, જાણો વિગત
.