શોધખોળ કરો

Heart Attack: દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેકથી વધુ એક જિંદગી થંભી ગઇ, લલુકા ગામના 45 વર્ષીય પુરુષના મોતથી પરિવારજનો શોકમગ્ન

Dwarka News: કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.

Heart Attack News: રાજ્યમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. જો કે મેડિકલ સાયન્સ કે આરોગ્ય વિભાગ હાર્ટ એટેક વધવાને અને કોરોના સાથે સાંકળતું નથી તેમ છતાં એ હકિકત છે કે કોરોના કાળ પછી હૃદય સંબંધી બીમારીઓ પણ વધી છે.

દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેકથી વધુ એક જિંદગી થંભી ગઇ હતી. લલુકા ગામના 45 વર્ષીય પુરુષ ને અચાનક છાતીમાં દુખાવા સાથે હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું હતું. નરેન્દ્ર કેશવગર ગોસાઈ નામના 45 વર્ષીય વ્યકિતનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.

રાજ્યમાં દર સાત મિનિટે એક વ્યક્તિ બની રહ્યો છે હૃદયરોગનો ભોગ

108 ઇમરજન્સીના આંકડા મુજબ, રાજ્યમાં દર સાત મિનિટે એક વ્યક્તિ હૃદયરોગનો ભોગ બની રહ્યો છે.  વર્ષ 2023માં રાજ્યમાં હૃદયરોગના કુલ મળીને 72573 કેસો નોંધાયા હતાં. ચિંતાની વાત એછેકે, અમદાવાદ જેવી મેટ્રોસિટીમાં હૃદયરોગના કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં હૃદયરોગીઓ વધી રહ્યા છે. હાલ યુવાનો હાર્ટએકેટનો ભોગ બની રહ્યા છે ત્યારે એવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છેકે, ગુજરાતમાં કેસોની દ્રષ્ટિએ અમદાવાદમાં સૌથી વધુ હૃદયરોગના કેસો નોઁધાયા છે. વર્ષ 2023માં અમદાવાદમાં કુલ 21,496 હૃદયરોગના કેસો નોંધાયા છે. અમદાવાદમાં હૃદયરોગના દર્દીઓમાં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ તરફ, સુરતમાં 5408, રાજકોટમાં 4910, ભાવનગરમાં 3739 અને વડોદરામાં 3618 કેસો નોંધાયા છે. ટકાવારી દ્રષ્ટિએ જોઇએ તો, સુરતમાં 31 ટકા, રાજકોટમાં  42 ટકા, ભાવનગરમાં 21 ટકા અને વડોદરામાં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે.

શું કહે છે એક્સપર્ટ

એકસપર્ટનું કહેવું છે કે, લોકોની જીવનશૈલી બદલાઇ છે. આ ઉપરાંત ફાસ્ટફુડનું ચલણ વધ્યુ છે.  સાથે સાથે માનસિક તણાવ સાથેની લાઇફસ્ટાઇલ પણ વધતા હૃદયરોગ માટે જવાબદાર પરિબળ છે. યુવાનો હાર્ટએકેટનો ભોગ બની રહ્યા છે ત્યારે હવે લોકોમાં હૃદય ચેકઅપને લઇને જાગૃતિ વધી છે. લોકો સામે ચાલીને નિયમિત ચેકઅપ કરાવતા થયા છે. ડોક્ટરોની સલાહ લેતા થયા છે જે એક સારી નિશાની છે.

108 ઇમરજન્સીમાં હૃદયરોગને લઈ કયા વર્ષમાં કેટલા કોલ આવ્યા

108 ઇમરજન્સીમાં વર્ષ 2017માં હૃદયરોગને લઇને 52,453 કોલ્સ આવ્યા હતાં. જયારે વર્ષ 2018માં કોલ્સ વધીને 53,700 થયા હતાં. વર્ષ 2019માં 63,628 કેસો, વર્ષ 2020માં 44,797, વર્ષ 2021માં 42,555 અને વર્ષ 2022માં 56,777 કોલ્સ આવ્યા હતાં. વર્ષ 2023માં હૃદયરોગ સબંધિત બિમારીને લઇને કુલ મળીને 72,573 કોલ્સ આવ્યા હતાં. આમ, ગુજરાતમાં હૃદયરોગની બિમારીમાં વધારો થઇ રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?Gujarat Local Body Election: પાલિકાની ચૂંટણીને લઈ જેતપુર ભાજપમાં ભારે ભાજંગડIAS Transfer: રાજ્યના નવા મુખ્યસચિવ પંકજ જોશી આવ્યા બાદ IASની બદલી-બઢતીAhmedabad Fire : અમદાવાદના વાસણામાં 40થી વધુ ઝુપડા બળીને ખાખ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Budget 2025 : TV, મોબાઈલ અને ઈલેક્ટ્રિક કાર સસ્તી, જાણો બજેટમાં કઈ પ્રોડક્ટ પર ઘટી કસ્ટમ ડ્યૂટી 
Budget 2025 : TV, મોબાઈલ અને ઈલેક્ટ્રિક કાર સસ્તી, જાણો બજેટમાં કઈ પ્રોડક્ટ પર ઘટી કસ્ટમ ડ્યૂટી 
Union Budget 2025: કેન્સર દવા, મોબાઈલ ફોન, કપડા સસ્તા થયા, જાણો શું મોંઘુ થયું 
Union Budget 2025: કેન્સર દવા, મોબાઈલ ફોન, કપડા સસ્તા થયા, જાણો શું મોંઘુ થયું 
Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત
Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત
Budget 2025 Highlights:12 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ નહીં, જાણો બજેટમાં કઇ કરાઇ મોટી જાહેરાતો?
Budget 2025 Highlights:12 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ નહીં, જાણો બજેટમાં કઇ કરાઇ મોટી જાહેરાતો?
Embed widget