![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot News: ઉપલેટામાં ખંડણી ન આપતાં યુવક પર જીવલેણ હથિયારથી હુમલો, જાણો વિગત
હુમલાની ઘટના બાદ આગેવાનો અગ્રણીઓ તેમજ પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે આ મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.
![Rajkot News: ઉપલેટામાં ખંડણી ન આપતાં યુવક પર જીવલેણ હથિયારથી હુમલો, જાણો વિગત Attack on youth with deadly weapon for not paying ransom in Upleta, know details Rajkot News: ઉપલેટામાં ખંડણી ન આપતાં યુવક પર જીવલેણ હથિયારથી હુમલો, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/06/383365c137a1184778f7b3a782a1e543170451059316676_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajkot News: રાજકોટના ઉપલેટામાં ખંડણી માંગી યુવક પર હુમલાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઉપલેટામાં યુવકે ખંડણી ન આપતાં હુમલો કર્યાનો આરોપ લગાવ્યો હતો. ઉપલેટામાં રહેતા મક્કી હાજી અદ્રેમાન શિવાણી નામના યુવક પર જાહેર રસ્તા પર હુમલો થયો હતો. બાઈક પર જઈ રહેલા યુવક પર ઉપલેટાના પોસ્ટ ઓફિસ પાસે ટીવીએસના શો રૂમ નજીક હુમલાની ઘટના બની હોવાનું યુવકે જણાવ્યું હતું.
યુવક ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યાનો ઈજાગ્રસ્ત યુવકનો આક્ષેપ છે. યુવક પર ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યા હોવાનું ઇજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું. હુમલાની ઘટના બાદ આગેવાનો અગ્રણીઓ તેમજ પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે આ મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના ઘેલડા ગામમાં રહેતી એક પરણીતાને પરાયા પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડયો હતો. પ્રેમી નો પુત્ર બંને ને મોડી રાત્રે મળતાં જોઈ જતાં તેણે મહિલા પર લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગ્યા હતા, જયારે માથામાં ધોકો ફટકાર્યો હોવાથી 12 ટાંકા લેવા પડયા હતા. આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઘેલડા ગામમાં રહેતી અને ખેતી કામ કરતી 38 વર્ષની સગર જ્ઞાાતિની એક પરણિતાએ પોતાના માથા પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે તેમજ હાથ પગમાં પણ લાકડાના ધોકા વડે માર મારી ઇજા પહોંચાડવા અંગે ઘેલડા ગામમાં રહેતા અશ્વિન અરજણભાઈ શિર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી, હુમલામાં મહિલાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી 12 ટાંકા લેવા પડ્યા હતા. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પરણિત મહિલૉને ઘેલડા ગામના જ અરજણભાઈ શીર નામની વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો, અને ગઈ રાત્રે પોતાના પ્રેમીને મળવા ગઈ હતી, દરમિયાન પ્રેમીનો પુત્ર અશ્વિન આવી જતાં તે ઉશ્કેરાયો હતો, અને આ હુમલો કરી દીધો હતો. પોલીસ ફરિયાદમાં વધુમાં જણા વાયા અનુસાર ફરિયાદી મહિલા પોતાના પ્રેમી અરજણભાઈ સાથે રાત્રી ના સમયે વાતચીત કરતી હતી, અને આરોપી અશ્વિન તેમજ તેનો ભાઈ ભરત અને તેના કાકા રમેશભાઈ વગેરે ભેગા મળીને એક યુવતી ને ભગાડી છે. જે અંગેની વાતચીત કરી સમજાવતા હતા. જેની જાણકારી મળવાથી આ હુમલો કરાયાનું જણાવાયું છે. સમગ્ર મામલે જામજોધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર વાય જે વાઘેલા વધુ તપાસ ચલાવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)