શોધખોળ કરો

Bengaluru News: મહિલાને રેપિડો બાઇક ટેક્સી કરવી પડી ભારે, ડ્રાઈવરે ચાલું મુસાફરીમાં એવી ગંદી હરકત કરી કે...

Bengaluru News: બેંગલુરુની એક મહિલાએ શુક્રવારે રેપિડો બાઇક ટેક્સીના ડ્રાઇવર પર રાઇડ દરમિયાન હસ્તમૈથુન અને જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

Bengaluru News: બેંગલુરુની એક મહિલાએ શુક્રવારે રેપિડો બાઇક ટેક્સીના ડ્રાઇવર પર રાઇડ દરમિયાન હસ્તમૈથુન અને જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે તેણે મણિપુર હિંસા સામે આયોજિત વિરોધ પ્રદર્શનમાં હાજરી આપ્યા બાદ ટાઉન હોલથી ઘરે પરત ફરવા માટે બાઈર ભાડે કરી હતી. તેણે કહ્યું કે ઓટો રિક્ષા ટેક્સીની ટિકિટ કેન્સલ થવાને કારણે તેને બાઇક પસંદ કરવાની ફરજ પડી હતી.

મહિલાએ આરોપ લગાવ્યો કે રેપિડો ડ્રાઈવર એપ પર નોંધાયેલી બાઇકથી અલગ બાઇક લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે તેની સર્વિસ કરવામાં આવી રહી છે. એપ દ્વારા રાઈડ કન્ફર્મ કર્યા બાદ તેણીએ પ્રવાસ શરૂ કર્યો હતો.

મહિલાએ આગળ લખ્યું કે, ગંતવ્ય તરફ જતા માર્ગ પર, વ્યક્તિએ કથિત રીતે મોટરસાઇકલ બીજા હાથથી ચલાવવા લાગ્યો અને હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું. મુસાફરી દરમિયાન અમે દૂરના એવા વિસ્તારમાં પહોંચ્યા જ્યાં આસપાસ અન્ય કોઈ વાહનો નહોતા. ચોંકાવનારી વાત એ છે કે ડ્રાઇવરે એક હાથથી બાઇક ચલાવવાનું શરૂ કર્યું અને બીજા હાથથી અયોગ્ય વર્તન (બાઇક ચલાવતી વખતે હસ્તમૈથુન) કરવા લાગ્યો. મારી સલામતીના ડરથી હું સમગ્ર ઘટના દરમિયાન મૌન રહી.

ટ્વિટર યુઝરે કહ્યું કે, તેણે ડ્રાઈવરને તેનું સ્થાન જાહેર ન કરવાના ઈરાદાથી તેને તેના ઘરથી થોડાક મીટર દૂર ડ્રોપ કરવા વિનંતી કરી. જો કે, રાઇડ માટે પૂરેપુરા પૈસાની ચૂકવણી કરવા છતાં, તેણીએ દાવો કર્યો હતો કે રેપિડો ડ્રાઈવર સતત તેણીને ફોન કરતો રહ્યો અને ટેક્સ્ટ મેસેજ પણ કર્યા. વોટ્સએપ પર ડ્રાઇવર દ્વારા કથિત રૂપે મોકલવામાં આવેલા મેસેના સ્ક્રીનશૉટ્સ શેર કર્યા હતા. જેમાં 'લવ યુ' લખાયેલ ટેક્સ્ટનો સમાવેશ થાય છે, મહિલાએ કહ્યું કે તેણીએ તેને બ્લોક કરવાની કાર્યવાહી કરી.

મેં તેને મારા ઘરનું સ્થાન છુપાવવા માટે મારા વાસ્તવિક ગંતવ્ય પહેલાં મને 200 મીટર દૂર ઉતારવા કહ્યું. એકવાર સફર પુરી થઈ તેમ છતા તેણે મને વોટ્સએપ પર સતત ફોન અને મેસેજ કરવાનું શરૂ કર્યું. સતામણી રોકવા માટે મારે તેનો નંબર બ્લોક કરવો પડ્યો હતો.

આટલું જ નહીં ડ્રાઈવરે મહિલાએ અન્ય નંબરથી પણ પરેશાન કરી હતી. આ અંગે મહિલાએ કંપનીને અનેક સવાલો કર્યા હતા. તેમણે લખ્યું કે, તમારા વપરાશકર્તાઓની સુરક્ષા ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ. આ ઉપરાંત તમે ગ્રાહકોની સુરક્ષા માટે કેવા પગલા ભરી રહ્યા છો. મહિલાના આરોપના જવાબમાં, બેંગલુરુ પોલીસના અધિકૃત હેન્ડલે યુઝરની સંપર્ક માહિતી માંગી. એક ટ્વિટમાં, શહેર પોલીસે લખ્યું, અમે @sjparkpsને આ સંદર્ભે જરૂરી પગલાં લેવા માટે જાણ કરી છે, કૃપા કરીને તમારો સંપર્ક નંબર DM કરો.

Join Our Official Telegram Channel: https://t.me/a

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નસબંધીનો 'ટાર્ગેટ'Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડર્સે કેમ ચડાવી બાંયો?Surat Firing Case: શું ભાજપનો ખેસ પહેરશો તો ફાયદામાં રહેશો?Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સરકારે નિમેલી તપાસ સમિતિની પૂર્ણ થયેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
Embed widget