શોધખોળ કરો

Banaskantha: કારમાંથી સળગાવેલી લાશ મળી હતી, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો, જાણો વિગતો

બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપૂરામાં કારમાં સળગાવેલી લાશ મળી આવી હતી. હવે આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે.

બનાસકાંઠા:  બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપૂરામાં કારમાં સળગાવેલી લાશ મળી આવી હતી. હવે આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે.  હોટલમાં કામ કરતા વિરમપુરના ગુમ ઇસમની લાશને સળગાવી દેવાઇ હોવાનું સામે આવ્યું છે. વડગામ પોલીસે કાર માલિક સહીત છ શખ્સો સામે ફરિયાદ નોંધી પાંચ શખ્સોની અટકાયત કરી છે. જ્યારે મુખ્ય આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી  છે.

આ કેસમાં નવો વળાંક આવ્યો સામે

વડગામ તાલુકાના ધનપુરામાં 10 દિવસ પહેલા એક સળગેલી કારમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું.  જેમાં કાર માલિક ઢેલાણાં ગામના દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા મૃતક  ઇસમને સ્મશાનમાંથી બહાર કાઢી વીમો પાસ કરાવવા લાશને સળગાવી દેવાઇ હોવાની આશંકા વચ્ચે નવો વળાંક આવ્યો છે. 

જેમાં કાર માલિકની હોટલમાં કામ કરતા અમીરગઢ તાલુકાના વિરમપૂરના ગુમ ઇસમ રેવાભાઈ ગામેતીની હત્યા કરી લાશને સળગાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે મહત્વની વાત કરવામા આવે તો પાલનપુર તાલુકાના ઢેલાણા ગામના દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરશનજી પરમાર(રાજપુત) દ્વારા હોટલ શરૂ કર્યા બાદ નુકસાન થતાં 1,26 કરોડનો વીમો લીધો હતો જે વીમો પાસ કરાવવા માટે આ સમગ્ર કારસ્તાન રચવામાં આવ્યું હતું. 

જ્વલનશીલ પદાર્થથી કારમાં આગ લગાડી

જોકે કારમાં સળગી ગયેલી હાલતમાં મળી આવેલ કંકાલને લઈ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસમાં એલ.સી.બી. અને એસ.ઓ.જી. ની અલગ-અલગ ટીમો બનાવી ટેકનીકલ એનાલીસીસ તેમજ હ્યુમેન સોર્સ આધારે શકમંદ ઇસમોને લાવી પુછપરછ માં જાણવા મળેલ કે ગાડી માલીક દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ અને અન્ય પાંચ લોકોએ ભેગા મળી અને તેમની હોટલમાં જ કામ કરતા વિરમપુરના રેવાભાઇ ગામેતીને ઘરેથી લઈ જઈ અને ત્યારબાદ તેમની હત્યા કરી અને તેને કારમાં નાખી જ્વલનશીલ પદાર્થથી કારમાં આગ લગાડી હતી.  

હવે આ હત્યાનો ભેદ ઉકેલાયા બાદ વડગામ પોલીસ મથકે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ સહિત લોકો સામે ગુનો નોંધાયો છે જેમાં પોલીસ દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સામે ગુનો નોંધવામા આવ્યો છે. 

(૧) દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરશનજી પરમાર (રાજપુત) રહે.ઢેલાણા તા.પાલનપુર 
(૨) મહેશજી નરસંગજી મકવાણા રહે.ઢેલાણા તા.પાલનપુર 
(૩) ભેમાજી ભીખાજી રાજપુત રહે.ઘોડીયાલ તા.વડગામ
(૪) સેધાજી ધેમરજી ઉર્ફ ધિરાજી ઠાકોર રહે.ઘોડીયાલ તા.વડગામ 
(૫) દેવાભાઇ લલ્લુભાઇ ગમાર રહે.ખેરમાળ તા.દાંતા હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ
(૬) સુરેશભાઇ બાબુભાઇ બુંબડીયા રહે.વેકરી તા.દાંતા હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ 

પાંચ આરોપીઓની અટકાયત

પોલીસ દ્વારા પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જ્યારે મુખ્ય આરોપી દલપતસિંહ ભગવાનસિંહ પરમાર ઝડપી લેવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.  જો કે આ સમગ્ર ઘટનામાં હજુ પણ ભગવાનસિંહની ધરપકડ થયા બાદ જાણવા મળશે કે સમગ્ર કારસ્તાન રચવાનું કારણ શું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
Embed widget