(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: સુરતમાં 20 વર્ષના પ્રેમ સંબંધનો આવ્યો કરુણ અંજામ, પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા
Crime News: સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. અહીં પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. સુરતના લીંબાયત વિસ્તારમાં મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
Crime News: સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. અહીં પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. સુરતના લીંબાયત વિસ્તારમાં મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરી દીધા હતા. જે બાદ પોલીસે આરોપી ખંડુ ગોરખે મહાલેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે વિગતે વાત કરીએ તો, સુરતના લીંબાયત વિસ્તારમાં મહિલાની હત્યા ઘટના સામે આવી હતી. જે મામલે પોલીસે આજે આરોપી કંઠહૂ ગોરખે મહાલેની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી અને મહિલા વચ્ચે છેલ્લા 20 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે અવારનવાર પૈસાને લઈને ઝઘડો થયા કરતો હતો. હત્યાના આગલા દિવસે પણ મહિલા અને આરોપી વચ્ચે પૈસાને લઈને ઝઘડો થયો હતો. જે બાદ આરોપીએ આવેશમાં આવીને પ્રેમિકાને પથ્થરથી માથાના ભાગે મારમારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ બાબતે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું કે, લીંબાયત પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ નીલગીરીના ખુલ્લા ગ્રાઉન્ડ ઉપર સવારના સમય દરમિયાન એક મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી જેની જાણ થતા જ લીંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહનો કબજો મેળવી નવી સિવિલ હોસ્પિટલ પોસમોટમ ખાતે મોકલી આપ્યો હતો.
જે બાદ અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી મહિલાના પરિવારની શોધખોળ તથા આરોપીની તપાસમાં લાગી ગઈ હતી. પોલીસે પરિવાર અને આરોપી સુધી પહોંચવા માટે અલગ અલગ ટીમો બનાવી જેમાં સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ સાથે હતી. આ ઘટનામાં સૌથી વધુ ચેલેંજીગ મૃતક મહિલાની ઓળખાણ અંતે તપાસમાં અમારી ટીમને જાણવા મળ્યુંકે, આ મહિલાનું નામ હીરાબાઈ નાટેકર હતું જેઓ મૂળ મહારાષ્ટ્રના ધુલિયાના હતા
તેમની હત્યા કરનાર કંઠહૂ ગોરખે મહાલે તથા મહિલા અને આરોપી ઘણા વર્ષોથી એકબીજાના સંપર્કમાં હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. અમારી ટીમ જ્યારે આરોપીને ધરપકડ કરી ત્યારે આરોપી જણાવ્યું કે, મહિલા અને આરોપી વચ્ચે ઘણા સમયથી પૈસાને લઈને ઝઘડો થયા કરતો હતો. ત્યારે તેણે મહિલાને નીલગીરીના ખુલ્લા ગ્રાઉન્ડ ઉપર બોલાવ્યો હતો અને ત્યાં ફરી બંને વચ્ચે બોલાચાલી થતા આરોપી આવેશમાં આવી ગયો હતો અને તેની પથ્થરથી માથાના ભાગે મારમારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપીને એવું કહ્યું હતું કે, ફક્ત નાજુક ઘા વાગ્યું હશે પરંતુ ગંભીર ઘાના કારણે મહિલાનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.