શોધખોળ કરો

'પરસ્પર સહમતિથી લાંબા સમય સુધી શારીરિક સંબંધ બળાત્કાર ગણાય નહીં', અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો

સિંગલ બેન્ચે આરોપીની અરજી પર સુનાવણી કર્યા પછી ચાર્જશીટ અને રામપુર નીચલી કોર્ટમાં પેન્ડિંગ તમામ ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી હતી

એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો બે પુખ્ત વયના લોકો લાંબા સમય સુધી સંમતિથી શારીરિક સંબંધો બાંધે છે, અને સંબંધો તૂટી જાય અથવા લગ્નનું વચન પૂર્ણ ન થાય તો તેને બળાત્કાર ગણી શકાય નહીં. કોર્ટે જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં ફોજદારી પ્રક્રિયાનો દુરુપયોગ થવા દેવો જોઈએ નહીં.

રામપુર જિલ્લાના રહેવાસી અજય સૈની સામે દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં આ ચુકાદો આવ્યો હતો. જસ્ટિસ અવનીશ સક્સેનાની સિંગલ બેન્ચે આરોપીની અરજી પર સુનાવણી કર્યા પછી ચાર્જશીટ અને રામપુર નીચલી કોર્ટમાં પેન્ડિંગ તમામ ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી હતી. કેસ અનુસાર, એક યુવતીએ 2024માં અજય સૈની સામે બળાત્કારનો આરોપ લગાવીને FIR દાખલ કરી હતી. પીડિતાએ દાવો કર્યો હતો કે 2019 માં આરોપી તેને નોકરી અપાવવાના બહાને મુરાદાબાદ લઈ ગયો, તેને ડ્રગ્સ આપ્યું અને તેના પર બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ તેણે લગ્નના બહાને ચાર વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું. જ્યારે તેણીને ખબર પડી કે આરોપી બીજા કોઈ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે, ત્યારે તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

પીડિતાના નિવેદનમાં વિરોધાભાસ

કોર્ટે પીડિતાના નિવેદનોમાં અનેક વિરોધાભાસ નોંધ્યા હતા. FIRમાં હોટલના રૂમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જ્યારે પછીના નિવેદનોમાં રેસ્ટોરન્ટમાં ડ્રગ્સ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે પીડિતા શિક્ષિત હતી અને ચાર વર્ષથી કોઈ પણ ફોરમમાં આ ઘટનાની જાણ કરી ન હતી. જસ્ટિસ સક્સેનાએ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચેનો સંબંધ સંમતિથી અને લાંબા સમય સુધી ચાલતો હતો. સંબંધ તૂટ્યા પછી તેને ગુનાહિત બનાવવો યોગ્ય નથી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે બળાત્કાર જેવા ગંભીર ગુનાની કલમોનો ઉપયોગ ફક્ત વાસ્તવિક જાતીય હિંસા, બળજબરી અથવા છેતરપિંડીના સ્પષ્ટ કેસોમાં જ થવો જોઈએ.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, "દરેક નિષ્ફળ અથવા તૂટેલા સંબંધને બળાત્કારના કેસમાં ફેરવવાથી ગુનાની ગંભીરતા ઓછી થાય છે, પરંતુ આરોપી પર કાયમી સામાજિક કલંક પણ લાગી જાય છે. કાનૂની પ્રક્રિયાના આવા દુરુપયોગને અટકાવવો જોઈએ." આ નિર્ણયને એવા કેસોમાં એક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યો છે જ્યાં લગ્નના વચન તોડ્યા પછી બળાત્કારનો આરોપ મૂકવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં વધુ એક માસૂમ પીંખાઈ: કતારગામમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપી અલી અંજરની ધરપકડ
સુરતમાં વધુ એક માસૂમ પીંખાઈ: કતારગામમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપી અલી અંજરની ધરપકડ
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Election Live : ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
Gujarat Election Live : ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
Iran US War: મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી, જાણો ઈરાનમાં ભીષણ ગોળીબાર વચ્ચે કેવી રીતે કર્યું રેસ્ક્યૂ?
Iran US War: મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી, જાણો ઈરાનમાં ભીષણ ગોળીબાર વચ્ચે કેવી રીતે કર્યું રેસ્ક્યૂ?
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
અમેરિકામાં ઉથલપાથળ! ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાના ચક્કરમાં પોતાના ઘરમાં જ ઘેરાયા ટ્ર્મ્પ, શું જોખમમાં છે ખુરશી?
અમેરિકામાં ઉથલપાથળ! ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાના ચક્કરમાં પોતાના ઘરમાં જ ઘેરાયા ટ્ર્મ્પ, શું જોખમમાં છે ખુરશી?
ખોટો Email મોકલાય જાય તો નો ટેન્શન, Gmail ની આ ટ્રીક સેકન્ડોમાં કરી દેશે Undo, જાણો કેવી રીતે
ખોટો Email મોકલાય જાય તો નો ટેન્શન, Gmail ની આ ટ્રીક સેકન્ડોમાં કરી દેશે Undo, જાણો કેવી રીતે
Who is Ashok Sharma: કોણ છે અશોક શર્મા? જેણે IPL 2026 માં 154.2 કિમીની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવ્યા
Who is Ashok Sharma: કોણ છે અશોક શર્મા? જેણે IPL 2026 માં 154.2 કિમીની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવ્યા
PAK Threat to India: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતના આ શહેર પર હુમલાની આપી ધમકી
PAK Threat to India: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતના આ શહેર પર હુમલાની આપી ધમકી
Embed widget